MONEY9: ડિજિટલ ગોલ્ડમાં છે કેટલું જોખમ?

|

Jun 21, 2022 | 9:09 PM

1 રૂપિયામાં મળનારા ડિજિટલ ગોલ્ડની શું છે અસલી કિંમત? જો તમને આ સસ્તી ડીલ લાગી રહી છે તો સમજો તેની મોંઘી સાઇડ ઇફેક્ટ.

MONEY9: સોનેરી કાગળમાં લપેટાયેલો ચૉકલેટનો સિક્કો તો તમે જોયો જ હશે. એવું લાગે છે કે હાથમાં સોનું (GOLD) છે, પરંતુ હોય છે એક ચોકલેટનો ટુકડો. ડિજિટલ ગોલ્ડ (DIGITAL GOLD)ની હાલત પણ કંઈક આવી જ છે. 1 રૂપિયાના ગોલ્ડના નામથી પબ્લિસિટી તો ખુબ થઈ પરંતુ તેની કિંમત ફક્ત એક રૂપિયો રહેતી નથી અને તેની સાથે જોડાયેલા જોખમ પણ અનેક હોય છે.

ડિજિટલ ગોલ્ડ પર લાગતા ખર્ચા તેની પર તમારા ખર્ચને 1 રૂપિયો નથી રહેવા દેતા. ડિજિટલ ગોલ્ડ પર 3-4 ટકાની મેનેજમેન્ટ કે હેન્ડલિંગ ફી એ કંપનીને ચૂકવવી પડે છે જેના પ્લેટફોર્મથી તમે ડિજિટલ ગોલ્ડ ખરીદો છો. ડિજિટલ ગોલ્ડમાં સ્ટોરેજ અને સેફ્ટી માટે વન ટાઈમ ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જ સોનું ખરીદતી વખતે તેની કિંમતમાં સામેલ હોય છે. આ ચાર્જમાં ટ્રાન્ઝેક્શન કોસ્ટથી લઈને પ્લેટફોર્મ મેઈન્ટેનન્સ, પ્રોસેસિંગ ચાર્જ, ફિઝિકલ ગોલ્ડની ખરીદી અને તેનું વેચાણ, ઈન્સ્યૉરન્સ અને 5 વર્ષ સુધીની સ્ટોરેજ કોસ્ટ સામેલ હોય છે. આ ખર્ચાને સ્પ્રેડ કોસ્ટ પણ કહેવામાં આવે છે. સરકાર પણ તેની પર ટેક્સ વસૂલે છે. આ ગોલ્ડના ખરીદ-વેચાણ કે રિડમ્પ્શનના સમયે તેની પર 3 ટકાનો GST પણ લાગશે. ડિજિટલ ગોલ્ડને જો તમે 3 વર્ષની અંદર વેચશો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગશે અને 3 વર્ષ બાદ વેચશો તો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગશે.  

આ ડિજિટલ ગોલ્ડના મા-બાપ કોણ છે?

ડિજિટલ ગોલ્ડને ઓછા પૈસામાં તમે સરળતાથી ખરીદી શકો છો. તમામ ફિનટેક એપ, પેમેન્ટ એપ અને જ્વેલર તેને વેચી રહ્યાં છે, જેમાં 1થી 100 રૂપિયાનું માઈક્રો એટલે કે નાનું રોકાણ કરી શકાય છે. પરંતુ જો આને વેચનારી કંપની ગાયબ થઈ જાય તો શું થાય? ડિજિટલ ગોલ્ડનો કોઈ રેગ્યુલેટર નથી અને એટલે જ કોઈ ફિક્સ સ્ટાન્ડર્ડ નથી. બધી કંપનીઓ પોતાના નિયમો અનુસાર તેને વેચી રહી છે.

મની 9ની સલાહ

  1. ડિજિટલ ગોલ્ડ આપણાં મનને ખુશ કરવા માટે જ સારુ છે.
  2. તેનાથી નાણાકીય જરૂરિયાત પૂર્ણ નહીં થાય.
  3. જો સોનામાં રોકાણ જ કરવું છે તો ગોલ્ડ બૉન્ડ જ સૌથી સારો વિકલ્પ છે. તેમાં લઘુત્તમ 1 ગ્રામ સોનું ખરીદીને રોકાણની શરૂઆત કરી શકાય છે.
Next Video