VIRAL VIDEO: મહિલાએ રસ્તા વચ્ચે ઑટો ડ્રાઇવરને ચપ્પલથી માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભાડાને લઈને તેમની વચ્ચે વિવાદ થઇ રહ્યો હતો. પછી સાડી પહેરેલી એક મહિલા પણ ત્યાં પહોંચી જાય છે. ભાડાના વિવાદ બાદ મહિલાએ ઓટો ચાલકને ચપ્પલ અને થપ્પડ માર્યા હતા

VIRAL VIDEO: મહિલાએ રસ્તા વચ્ચે ઑટો ડ્રાઇવરને ચપ્પલથી માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Woman beats Auto Driver
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:57 PM

Viral Video :  સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં હંમેશા કેટલાક વિડિયો શેર થતા રહે છે. આજકાલ ઇન્ટરનેટ જગતમાં આવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.  જેના પર ભારે હોબાળો મચી ગયો છે. લખનઉની ‘થપ્પડ ગર્લ’ પ્રિયદર્શિનીનો મામલો હજુ ઠંડો થયો ન હતો કે શહેરની એક મહિલા હવે ચર્ચામાં આવી છે.

હકીકતમાં, આ વખતે જે વિડીયો સામે આવ્યો છે, તેમાં એક મહિલા એક પુરુષને ચાર રસ્તે મારી રહી છે.  આ વીડિયો લખનઉના (Lucknow) ટેઢી પુલિયા ચાર રસ્તાનો છે.આમાં એક ઑટો ચાલક ત્યાં તહેનાત ટ્રાફિક પોલીસકર્મીને બે યુવકોની ફરિયાદ કરી રહ્યો છે.  ભાડાને લઈને તેમની વચ્ચે વિવાદ થઇ રહ્યો હતો. પછી સાડી પહેરેલી એક મહિલા પણ ત્યાં પહોંચી જાય છે. ભાડાના વિવાદ બાદ મહિલાએ ઓટો ચાલકને ચપ્પલ અને થપ્પડ માર્યા હતા.

https://twitter.com/AshokKumar85215/status/1429406783668297736?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1429406783668297736%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fviral-video-of-lucknow-woman-beating-auto-driver-with-slippers-on-road-791339.html

અહેવાલ પ્રમાણે ટેઢી પુલિયા ચાર રસ્તે બે યુવક અને તેમની સાથે એક મહિલાના ઓટોમાંથી ઉતર્યા બાદ ચાલક સાથે ચર્ચા થઇ ગઇ.  આરોપ છે કે જ્યારે ડ્રાઈવરે જ્યારે પૂરુ ભાડું માગ્યુ ત્યારે મહિલા સહિત બે પુરુષોએ ઓટો ડ્રાઈવર સાથે ઝઘડો શરૂ કર્યો.

આ દરમિયાન મહિલાએ પહેલા થપ્પડ માર્યા અને ચપ્પથી ચાલકને માર્યો. આ દરમિયાન, ઓટો ડ્રાઈવર ત્યાં હાજર ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડઝ પાસે મદદ માંગતો રહ્યો.  થોડી વાર બાદ કોન્સ્ટેબલે કોઈક રીતે ડ્રાઈવરને બચાવ્યો. મહિલાએ ચપ્પલ વડે ઓટો ડ્રાઈવરને મારતા આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

આ પણ વાંચો Gujarat Top News : રાજ્યમાં રક્ષાબંધન પર્વની ઉજવણી, વરસાદ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર, માત્ર એક ક્લિક પર

આ પણ વાંચોFunny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું – ‘જૈસે કો તૈસા’