Viral Video : ઇન્જેક્શન લેતા બાળકે જે કર્યુ તે જોઇને તમને પણ હસવુ આવી જશે, જુઓ આ વીડિયો

ઘણા લોકો ઇન્જેક્શનથી ડરતા હોય છે અને ઇન્જેક્શન લેતી વખતે નખરા કરતા હોય છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Viral Video : ઇન્જેક્શન લેતા બાળકે જે કર્યુ તે જોઇને તમને પણ હસવુ આવી જશે, જુઓ આ વીડિયો
Boy's reactions while taking an injection goes viral
| Edited By: | Updated on: Sep 15, 2021 | 6:59 AM

સોશિયલ મીડિયામાં (Social Media) ઘણી વાર એવા વીડિયો વાયરલ થતા (Viral Video) હોય છે જેેને જોઇને તમે તમારા હાસ્યને રોકી નથી શક્તા. એવો જ એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જે અમે તમારા માટે લઇને આવ્યા છીએ. આ વીડિયો જોઇને તમે હસી પડશો એ તો નક્કી જ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનું ઈન્જેક્શન ઘણું ગભરાટ ફેલાવી રહ્યું છે. હવે આ વીડિયો જોયા બાદ યુઝર્સ તેમનું હાસ્ય રોકી શકતા નથી. બાળકના ગુસ્સાને જોઈને ડૉક્ટર ગુસ્સે થઈ જાય છે અને તેને બે વખત ઈન્જેક્શન આપવાની ધમકી આપે છે. જે પછી તે ઈન્જેક્શન લેવા માટે સંમત થાય છે, પરંતુ એવા એક્સપ્રેશન્સ આપે છે કે તેની બાજુમાં ઉભેલી તેની માતાનું હાસી પડે  જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ડોક્ટર ઘરે છોકરાને ઈન્જેક્શન આપવા આવ્યા છે. શરૂઆતમાં, ઈન્જેક્શન જોઈને બાળક ડરી જાય છે, પરંતુ બાદમાં ડ ડૉક્ટરની ધમકી પછી, તે ઈન્જેક્શન લેવા માટે સંમત થાય છે. જે બાદ ડોક્ટર બાળકનો હાથ ચુસ્ત રીતે પકડી રાખે છે અને ઈન્જેક્શન આપે છે.

 

આ દરમિયાન, બાળક ડૉક્ટરને કહે છે કે તે બિલકુલ રડશે નહીં અને તમે મને આરામથી ઇન્જેક્શન આપી શકો છો. આ પછી તે પોતાના આંસુ લૂછવા માંડે છે અને ડોક્ટરને વારંવાર કહે છે, તમે ઇન્જેક્શન આપો, હું હવે રડીશ નહીં. આપ કેમ હસી રહ્યા છો હું તમારા ઘરે ચા પીશ.

આ રમુજી વીડિયો ઇન્સ્ટાગ્રામ પર single.stud નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ બાળકને જોયા પછી હું હસવું રોકી શકતો નથી.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘મોટા સુરમાઓ પણ ઇન્જેક્શનથી ડરે છે, આ હજુ પણ બાળક છે.

આ પણ વાંચો –

Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું

આ પણ વાંચો –

લગ્ન કરવા જઈ રહેલા વરરાજાને તેના મિત્રએ કર્યો એવો ઈશારો કે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, લોકોએ કરી આ પ્રકારની ટિપ્પણી

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 15 સપ્ટેમ્બર: આજે વેપાર -ધંધામાં કેટલાક નક્કર અને મહત્વના નિર્ણયો લેવાશે, ઋતુગત રોગોથી સાવધ રહો