Viral Video : આ ઘૃણાસ્પદ વીડિયો જોઇને નેટીઝન્સ ગુસ્સામાં, વીડિયો જોઇને તમે પણ ટોસ્ટ ખાવાનું બંધ કરી દેશો

આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, 'આ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ.' જ્યારે અન્ય યુઝરે ટિપ્પણી કરતા લખ્યું, 'આ ટોસ્ટ તેના ઘરે પણ જવું જોઈએ.' અન્ય યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, 'આજથી ટોસ્ટ ખાવાનું બંધ કરો.'

Viral Video : આ ઘૃણાસ્પદ વીડિયો જોઇને નેટીઝન્સ ગુસ્સામાં, વીડિયો જોઇને તમે પણ ટોસ્ટ ખાવાનું બંધ કરી દેશો
Viral video of man packing toast by rubbing feet and spitting on it
| Edited By: | Updated on: Sep 18, 2021 | 9:34 AM

Viral Video: ઘણા લોકો એવા છે જેમની સવાર ચા અને ટોસ્ટ વગર નથી થતી. પરંતુ શું તમે જાણો છો કે પ્લેટમાં સવારે આવેલા આ ટોસ્ટ કેવી રીતે બને છે. જો નહીં, તો હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા પછી તમે ટોસ્ટ ખાવાનું બંધ કરી દેશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક ફેક્ટરીમાં ઘણા લોકો હાજર છે અને ત્યાં હાજર કામદારો તૈયાર ટોસ્ટ પેકિંગ કરતા જોવા મળે છે. પરંતુ એક કારીગરે તૈયાર કરેલા ટોસ્ટ પર પગ મુક્યો છે.એટલું જ નહીં, પેકિંગ કરતી વખતે તેણે પોતાની જીભ પર ટોસ્ટ લગાવ્યું અને પછી તેને પેક કર્યું. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જઘન્ય કૃત્ય કરતી વખતે આ લોકો વીડિયો પણ શૂટ કરી રહ્યા છે. જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘૃણાસ્પદ વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર GiDDa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ નેટિઝન્સ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે અને તેમની પ્રતિક્રિયાઓ કોમેન્ટ દ્વારા આપવામાં આવી રહી છે.

 

 

આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ.’ જ્યારે અન્ય યુઝરે ટિપ્પણી કરતા લખ્યું, ‘આ ટોસ્ટ તેના ઘરે પણ જવું જોઈએ.’ અન્ય યુઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘આજથી ટોસ્ટ ખાવાનું બંધ કરો.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાનો અભિપ્રાય આપ્યો.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા તંદૂરી રોટલીમાં થૂંકવાની બાબત ખૂબ વાયરલ થઈ હતી. જેમાં એક વ્યક્તિ રોટલીને તંદૂરમાં મુકતા પહેલા તેના પર થૂંકતો હતો અનેત્યારબાદ જ તે તેને રાંધવા માટે તાંદૂરમાં મુકતો હતો.

આ પણ વાંચો –

માટીના વાસણમાં રાંધીને ખાવાના છે ઘણા ફાયદાઓ, આરોગ્યની સાથે સ્વાદ અને સુંગધનું પણ રહે છે ધ્યાન

આ પણ વાંચો –

Anant Chaturdashi 2021: અનંત ચતુર્દશી પર આ વિશેષ સંયોગમાં કરો આ ત્રણ કાર્યો, તમામ વિઘ્નો થશે દૂર

આ પણ વાંચો –

Surat : રાજ્યમાં સૌથી વધારે વેક્સિનેશનનો રેકોર્ડ સુરતે કર્યો, એક જ દિવસમાં 2 લાખથી વધુ લોકોને રસી અપાઈ