
તમે તાજેતરની રિયાલિટી ટીવી શ્રેણી શાર્ક ટેન્ક ઈન્ડિયા (Shark Tank India) જોઈ હશે. તે એક ભારતીય બિઝનેસ રિયાલિટી શો છે. જેનો છેલ્લો એપિસોડ 4 ફેબ્રુઆરીના રોજ પ્રસારિત થયો હતો. અશ્નીર ગ્રોવર, નમિતા થાપર, અમન ગુપ્તા, અનુપમ મિત્તલ, વિનીતા સિંહ, ગઝલ અલગ અને પીયૂષ બંસલ આ શોના જજ હતા. આ તમામ જજ પોત-પોતાના ક્ષેત્રમાં પહેલેથી જ પ્રખ્યાત છે, પરંતુ શોના કારણે તેમની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. આ શો અને શોના નિર્ણાયકો સાથે સંબંધિત મીમ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવે છે.
હવે ‘સુગર કોસ્મેટિક્સ’ના સીઈઓ અને શોની જજ વિનીતા સિંહે પોતે પોતાના ટ્વિટર પર એક મીમ વીડિયો શેયર કર્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં તે આમિર ખાનની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ના રાજુ રસ્તોગીની માતા તરીકે જોવા મળી રહી છે.
જો તમે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ જોઈ હશે તો તમને યાદ હશે કે કેવી રીતે રાજુ રસ્તોગીની માતા બજારમાં શાકભાજીના ભાવ વધારાની ફરિયાદ કરતી જોવા મળે છે. વિનીતા સિંહનો આ મીમ વીડિયો જોઈને તમને આ ફિલ્મ ચોક્કસથી યાદ આવશે. કારણ કે તેણે ફિલ્મના આ સીનને રિક્રિએટ કરવાનો પ્રયાસ કર્યો છે.
All is not well! Stop with the photoshopping, Team @trySUGAR 😣 pic.twitter.com/98smTS7teA
— Vineeta Singh (@vineetasng) March 12, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઓફિસમાં બેઠેલો એક કર્મચારી સોશિયલ મીડિયા જોઈ રહ્યો છે, ત્યારે જ તેની નજર વિનીતા સિંહના મીમ પર પડે છે, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ જાય છે. પછીથી તે બજેટ પ્રસ્તાવ માટે વિનિતાની કેબિનમાં જાય છે અને કેટલીક બાબતો પૂછે છે. જેના જવાબમાં તેને ‘ભીંડી’ અને ‘પનીર’ના ભાવમાં ઉછાળાની ફરિયાદો સાંભળવા મળે છે. કારણ કે તે સમયે વિનિતા રાજુ રસ્તોગીની માતાની ભૂમિકામાં હતી. વીડિયોના અંતમાં વિનીતા ‘ઓલ ઈઝ વેલ’ કહેતી જોવા મળે છે.
વિનિતાએ ટ્વિટર પર શેયર કરેલો આ ફની વીડિયો માત્ર 1 મિનિટનો છે. જેને અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ વ્યૂઝ મળ્યા છે. જ્યારે યુઝર્સે વિવિધ ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ રીતે તમે સોશિયલ મીડિયા પર ટ્રોલ આર્મી અને ગુંડાઓને હેન્ડલ કરો છો. તે ખૂબ જ ક્રિએટિવ છે’.
આ પણ વાંચો: Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !
આ પણ વાંચો: Shark Tank India Show : Shark Tank શોના Judges પાસે આખરે કેટલા રૂપિયા છે ? જાણો તેમની સંપત્તિ વિશે
Published On - 3:25 pm, Sun, 13 March 22