PSL 2021: આંદ્રે રસેલને માથામાં બોલ વાગતા થયો ઈજાગ્રસ્ત, ઈજા પહેલા બે શાનદાર છગ્ગા લગાવ્યા

|

Jun 12, 2021 | 5:50 PM

રસેલને ઈસ્લામાબાદની ઈનીંગની પ્રથમ ઓવર દરમ્યાન ઈજાને લઈને અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. રસેલને તરત જ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

PSL 2021: આંદ્રે રસેલને માથામાં બોલ વાગતા થયો ઈજાગ્રસ્ત, ઈજા પહેલા બે શાનદાર છગ્ગા લગાવ્યા
Andre Russell injured

Follow us on

વેસ્ટ ઈન્ડીઝનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ (Andre Russell)ને માથાના ભાગે બોલ વાગતા ઈજાગ્રસ્ત થયો છે. આંદ્રે રસેલ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની એક મેચમાં બેટીંગ કરવા દરમ્યાન ઘાયલ થયો હતો. આંદ્રે રસેલ PSLની ટીમ ક્વેટા ગ્લેડીએટર્સ (Quetta Gladiators) તરફથી રમી રહ્યો છે. ઈસ્લામાબાદ યુનાઈટેડ (Islamabad United) સામેની મેચમાં બોલર મહંમદ મૂસા (Muhammad Musa)નો એક બોલ સીધો જ તેના માથાના ભાગે વાગ્યો હતો. જોકે ઈજા બાદ પણ તે બેટીંગ કરી રહ્યો હતો, પરંતુ અસહજ લાગવા લાગ્યો હતો.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રસેલને ઈસ્લામાબાદની ઈનીંગની પ્રથમ ઓવર દરમ્યાન ઈજાને લઈને અસ્વસ્થતા અનુભવવા લાગ્યો હતો. રસેલને તરત જ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ. આંદ્રે રસેલ ક્વેટાની ટીમની બેટીંગ ઈનીંગ દરમ્યાન 14મી ઓવરમાં રમી રહ્યો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી. જે ઓવરમાં રસેલે પહેલા તો મૂસાની બે ઓવરમાં બે સિક્સર લગાવી દીધી હતી. ત્યારબાદ મૂસાએ રસેલને બાઉન્સર બોલ ફેંક્યો જે તેને માથાના હિસ્સા પર ટકરાયો હતો.

 

ઓલરાઉન્ડર રસેલના માથા પર હેલ્મેટના ભાગે બોલ વાગ્યા બાદ પણ તે રમતમાં જારી રાખી. જોકે તે આગળના બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. રસેલે 13 રન નોંધાવી વિકેટ ગુમાવી હતી. રસેલને તેની ઈજાને લઈને અસ્વસ્થતા અનુભવાતા જ સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનમાંથી બહાર લઈ જવાયો હતો. જ્યાં એમ્બ્યુલન્સ મારફતે તેને સીધો જ સારવાર માટે ખસેડ્યો હતો.

 

 

પીએસએલની ક્વેટા ગ્લેડીએટર્સએ કન્કશન સબસ્ટીટ્યૂટ હેઠળ રસેલને રિપ્લેસ નસીમ શાહ (Naseem Shah) દ્વારા કરવામાં આવ્યો હતો. નસીમ ઝડપી બોલર છે અને તેને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. ક્વેટાની ટીમે પોતાની બોલીંગ ઈનીંગ દરમ્યાન ઝડપી બોલરને મેદાનમાં ઉતારતા હરિફ કેપ્ટન નારાજ દેખાયો હતો. હરિફ ટીમ ઈસ્લામાબાદ યુનાઈટેડનો કેપ્ટન શાદાબ ખાન નારાજ રહ્યો હતો.

 

ક્વેટાની 10 વિકેટે હાર

કન્કશન સબસ્ટીટ્યૂટ નિયમ હેઠળ ખેલાડીને રિપ્લેસ કરી શકાય છે, જો મેચ રેફરી તેને લાઈફ ફોર લાઈક માને છે. મેચ રેફરીએ રસેલના રિપ્લેસમેન્ટ તરીકે નસીમને મંજૂરી આપી હતી, કારણ કે રસેલ પહેલા બેટીંગ કરી ચુક્યો હતો. બીજી ઈનીંગમાં રસેલ બોલીંગનું યોગદાન આપી શકતો હતો. ક્વેટાએ ઈસ્લામાબાદ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કોલીન મનરોએ 36 બોલમાં 90 રનની તોફાની રમત રમી હતી. જેના દ્વારા વિના વિકેટે 134 રનના લક્ષ્યને પાર પાડી દીધુ હતુ.

 

 

Next Article