IND vs SL: શ્રીલંકા પ્રવાસની તૈયારીઓમાં યુઝવેન્દ્ર ચહલ, પત્નિ ધનશ્રીએ વર્કઆઉટમાં પુરાવ્યો સાથ

|

Jun 08, 2021 | 11:52 PM

ભારતની બીજી ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ (Sri lanka Tour) ખેડનાર છે. શ્રીલંકા સામે વ્હાઇટ બોલ ક્રિકેટ શ્રેણી રમનાર છે. જેમાં સંભિવત રીતે જ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) નો સમાવેશ થશે.

IND vs SL: શ્રીલંકા પ્રવાસની તૈયારીઓમાં યુઝવેન્દ્ર ચહલ, પત્નિ ધનશ્રીએ વર્કઆઉટમાં પુરાવ્યો સાથ
Yuzvendra Chahal-Dhanashree

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના મુખ્ય ખેલાડીઓ હાલમાં ઇંગ્લેંડમાં WTC ફાઇનલ અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ મેચ શ્રેણીના પ્રવાસે છે. જે આગામી ત્રણ માસ કરતા વધુ સમય ઇંગ્લેંડમાં ગુજારશે. આ દરમ્યાન ભારતની બીજી ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ (Sri lanka Tour) ખેડનાર છે. શ્રીલંકા સામે વ્હાઇટ બોલ ક્રિકેટ શ્રેણી રમનાર છે. જેમાં સંભિવત રીતે જ યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) નો સમાવેશ થશે. આ પહેલા ચહલ તેની પત્નિ ધનશ્રી (Dhanashree Verma) સાથે વર્કઆઉટ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ જૂલાઇ માસમાં ખેડનાર છે. આ દરમ્યાન ત્યાં શ્રીલંકા સામે ત્રણ વન ડે અને ત્રણ ટી20 મેચોની શ્રેણી રમનાર છે. જે માટે શિખર ધવન હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ સહિતના ખેલાડીઓને પ્રવાસમાં સામેલ થવાની તક મળશે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ક્રિકેટથી બ્રેકના સમયે વર્કઆઉટ કરી રહ્યો છે. જેમાં તેની પત્નિ ધનશ્રી પણ સાથ આપી રહી છે. બંને જણા એક બીજાને વર્કઆઉટમાં મદદ સાથે પરસેવો વહાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ધનશ્રી શર્મા કોરિયોગ્રાફર હોવા સાથે સાથે જાણીતી યૂટ્યુબર પણ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી મળીને ઇંન્ટેસ વર્ક આઉટ કરી રહ્યા છે. એમ માનવામાં આવી રહ્યુ છે કે, શ્રીલંકા પ્રવાસ દરમ્યાન એનસીએના વડા રાહુલ દ્રાવિડ હેડ કોચની ભૂમિકામાં રહેશે. હાલમાં રવિ શાસ્ત્રી ઇંગ્લેંડમાં ભારતીય ટીમની સાથે ઇંગ્લેંડ પ્રવાસ પર છે. જેઓ ઇંગ્લેંડ પ્રવાસથી ભારતીય ટીમની સાથે જ પરત ફરશે. આ દરમ્યાન જૂલાઇ માસમાં શ્રીલંકા પ્રવાસ માટે તેઓ ઉપલબ્ધ રહી શકશે નહી.

હેડ કોચ શાસ્ત્રી ઉપરાંત, કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સહિતના ખેલાડીઓ ઇંગ્લેંડમાં હશે. આમ આ દરમ્યાન શ્રીલંકા પ્રવાસે તેઓ ઉપલબ્ધ નહી હોઇ શકે આમ ભારતીય ક્રિકેટની બીજી હરોળના યુવાન ક્રિકેટરોને સોનેરી અવસર નસીબ અજમાવવા માટે મળશે.

ક્યારે રમાશે મેચ, જુઓ સંભવિત કાર્યક્રમ

જોકે શ્રીલંકા પ્રવાસ માટે હજુ ટીમના કેપ્ટન કોણ હશે, તે અંગે અનેક તર્ક લગાવાઇ રહ્યા છે. જોકે હજુ સુધી આ માટે અધિકૃત રીતે કોઇ જ નામ અંગે સંકેત અપાયા નથી. જોકે માનવામાં આવી રહ્યુ છે કે, શિખર ધવન કેપ્ટનની ભૂમિકા માટેની રેસમાં સૌથી આગળ છે. શ્રીલંકામાં પ્રથમ વન ડે મેચ 13 જૂલાઇ એ રમાઇ શકે છે. જ્યારે બીજી મેચ 16 જૂલાઇ અને ત્રીજી મેચ 18 જૂલાઇ એ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ટી20 શ્રેણી ની પ્રથમ મેચ 21 જૂલાઇ એ રમાશે. જ્યારે બીજી મેચ 23 જૂલાઇ એ અને ત્રીજી મેચ 25 જૂલાઇ એ રમાશે.

Published On - 11:51 pm, Tue, 8 June 21

Next Article