Cricket: હાર્દિક પંડ્યાના માથામાં પત્નિ નતાશાએ લગાવી દીધી લિપસ્ટીક, જુઓ Video

|

May 26, 2021 | 11:50 AM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ફોનમાં વ્યસ્ત રહ્યો હતો અને તેના માથા પર નતાશાએ લિપસ્ટીક લગાવી દીધી હતી. નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) એ આમ કરવા દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના ડ્રેસમાં બેઠેલો જોવા મળી રહ્યો હતો.

Cricket: હાર્દિક પંડ્યાના માથામાં પત્નિ નતાશાએ લગાવી દીધી લિપસ્ટીક, જુઓ Video
Hardik Natasa

Follow us on

હાર્દિક પંડ્યા (Hardik Pandya) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. ખાસ કરીને તે તેના પરિવારની તસ્વીરો અને વિડીયોને અવશ્ય શેર કરતો રહે છે. આવી જ રીતે એક આ સ્ટાર ઓલરાઉન્ડરે એક જૂનો પરંતુ મસ્ત વિડીયો શેર કર્યો છે. જેમાં તે ફોનમાં વ્યસ્ત રહ્યો હતો અને તેના માથા પર નતાશાએ લિપસ્ટીક લગાવી દીધી હતી.

નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) એ આમ કરવા દરમ્યાન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ના ડ્રેસમાં બેઠેલો જોવા મળી રહ્યો હતો. વિડીયો માં જોવા મળે છે કે, નતાશા પહેલા પોતાના અંગૂઠા પર લિપસ્ટીક લગાવતી જોવા મળી રહી છે.

ત્યાર બાદ તે ધીરે ધીરે આગળ વધી રહી છે, અને સોફા પર બેસેલા હાર્દિક પંડ્યાના માથા પર લિપસ્ટીક લગાવી દે છે. હાર્દિક એ દમ્યાન ફોનમાં વ્યસ્ત હતો. હાર્દિક પણ નતાશા દ્રારા લિપસ્ટીક લગાવી દેવાના બાદ મલકાઇ રહેલો દેખાય છે.

નતાશાની હાર્દિક સાથેની આ મસ્તી ના વિડીયોમાં મ્યુઝીક બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યુ છે. પરંતુ નતાશા જેવુ નિશાન લગાવે છે, ત્યારે જ મ્યુઝીક દરમ્યાન અવાજ આવે છે સિંબા. તેના આ વિડીયો પર પણ નતાશાએ કોમેન્ટ કરી હતી અને દિલની ઇમોજી પણ પોષ્ટ કરી હતી. નતાશા પણ એકાદ વર્ષ અગાઉ આ વિડીયો શેર કરી ચુકી છે, તે વેળાએ પણ કેપ્શન લખી હતી કે, સૌથી પ્યારા સિંબા જેને હું જાણું છું.

નતાશા એ એક દિવસ પહેલા જ સ્વિમીંગ પુલ થી હોટ અવતારમાં તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં નતાશા બ્લેક કલરના સ્વિમસ્યૂટમાં પુલમાં ઉભી હોય છે. નતાશાએ કેપ્શન સાથે લખ્યુ છે કે, ગુડ ટાઇમ્સ એંડ લૈન ટાઇન્સ. તેની આ તસ્વીર પર હાર્દિક પંડ્યા એ કોમેન્ટમાં ફાયર અને હાર્ટની ઇમોજી પોષ્ટ કરી હતી. હાર્દિક અને નતાશા પોપ્યુલર કપલ પૈકીનુ એક મનાય છે.

Next Video