Viral Video : બાળકને જન્મદિવસમાં મળ્યો મોબાઈલ ફોન, વીડિયોમાં બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો !

તાજેતરમાં એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે બાળકને જન્મદિવસની ભેટમાં મોબાઈલ ફોન મળે છે, આ બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જાશો.

Viral Video : બાળકને જન્મદિવસમાં મળ્યો મોબાઈલ ફોન, વીડિયોમાં બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો !
Child’s reaction on receiving mobile phone as birthday gift
| Edited By: | Updated on: Sep 09, 2021 | 3:52 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં કેટવાક વીડિયો એવા હોય છે જે પોસ્ટ થતાની સાથે જ ઈન્ટરેન્ટ પર છવાઈ જતા હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બાળકની પ્રતિક્રિયા જોઈને તમે પણ ભાવુક થઈ જશો

સામાન્ય રીતે બાળકોને મોબાઈલ ફોનનો ખુબ શોખ હોય છે, એમાં પણ જો જન્મદિવસે મોબાઈલ ભેટના સ્વરૂપમાં મળી જાય તો બાળકની ખુશીનો આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે માતા તેના બાળકને જન્મદિવસે મોબાઈલ ફોન (Mobile Phone) ભેટ તરીકે આપે છે, જે બાદ બાળકનું રિએક્શન જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા બાળક ભેટ અંગે પુછપરછ કરે છે, બાદમાં ભેટ ખોલતા જ તે ખુશ થઈ જાય છે, બાળકની પ્રતિક્રિયા જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તેને મોબાઈલ ફોન ખુબ પસંદ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ @ Hatindrasingh પરથી  શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, “આ સુંદર વીડિયો જોઈને તમારો દિવસ પણ સુધરી જશે.”

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં મોટાભાગના યુઝર્સ આ ખાસ બાળકને જન્મદિવસની શુભેચ્છા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 90,000થી વધુ લાઈક્સ મળી છે.

જુઓ લોકોની પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: Viral : રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પિયાનો વગાડતા તસવીર શેર કરી, જુના દિવસોને યાદ કર્યા !

આ પણ વાંચો: Video : ચાલતી કારમાં સ્ટાઈલ મારી રહ્યા હતા છોકરાઓ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !