AB de Villiers એ પિતાના જન્મદિવસ પર ખૂબસૂરત પત્ની સાથે મળીને સુંદર ગીત ગાયુ, જુઓ વિડીયો

|

Jun 02, 2021 | 7:33 PM

અનેક વાર બેટ જ નહી પરંતુ ગીટાર લઇ ડીવિલીયર્સ (Ab De Villiers) પોતાના હાથો વડે ધૂન રેલાવતો હોય છે. જોકે આ વખતે તેના માટે એક ખાસ મોકો હતો. તેના પિતાના જન્મ દિવસને લઇને તેણે તેની પત્નિ સાથે મળીને સુંદર ગીત મ્યુઝીક સાથે ગાયુ હતુ.

AB de Villiers એ પિતાના જન્મદિવસ પર ખૂબસૂરત પત્ની સાથે મળીને સુંદર ગીત ગાયુ, જુઓ વિડીયો
AB de Villiers-Daniell de Villiers

Follow us on

આફ્રિકાથી લઇને IPL સુધી ક્રિકેટમાં એબી ડીવિલયર્સ પર ચાહકો આફરીન રહેતા હોય છે. IPL માં ચાલતા તેના બેટથી ચાહકોની સંખ્યા ભારતમાં પણ ખૂબ છે. જોકે આ વખતે ડીવિલયર્સના બેટની વાત નથી, પરંતુ તેના સંગીત પ્રત્યેના લગાવને લઇને છે. અનેક વાર બેટ જ નહી પરંતુ ગીટાર લઇ ડીવિલીયર્સ (Ab De Villiers) પોતાના હાથો વડે ધૂન રેલાવતો હોય છે. જોકે આ વખતે તેના માટે એક ખાસ મોકો હતો. તેના પિતાના જન્મ દિવસને લઇને તેણે તેની પત્ની સાથે મળીને સુંદર ગીત મ્યુઝીક સાથે ગાયુ હતુ.

સોશિયલ મીડિયામાં ડિવીલીયર્સે પોતાનો વિડીયો શેર કર્યો હતો. જેમાં તે તેની પત્ની સાથે મળીને ગીત ગાઇ રહ્યો છે. ડિવીલીયર્સ પોતાના પિતાના જન્મદિવસ પર પોતાનુ પસંદગીનુ ગીત ગાઇ રહ્યો છે. જેમાં તેની પત્નિ ડેનિયલ ડિવીલીયર્સે (Daniell de Villiers) પણ સાથ પુરાવ્યો હતો. ગત 29 મી મે એબી ડિવીલીયર્સના પિતાનો જન્મદીવસ હતો.

એબી એ વિડીયો શેર કરતા કેપ્શન લખી હતી, 29 તારીખે અમે અમારા પિતાનો જન્મદિવસ મનાવ્યો હતો. મને મારી ખૂબસૂરત પત્ની સાથે મારુ સૌથી પસંદગીનુ ગીત ગાવાનો મોકો મળ્યો હતો. આ ગીત મારા માટે ખાસ છે. મને હંમેશા યાદ અપાવે છે, ભગવાન હંમેશા છે, ભલે કંઇ પણ થઇ જાય.

મેક્સવેલે કરી મસ્ત કોમેન્ટ

ડિવીલીયર્સની આ ખાસ પોષ્ટ પર ઓસ્ટ્રીલન સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલ એ કોમેન્ટ કરી હતી. તેમણે કોમેન્ટ કરતા લખ્યુ, નિશ્વત રીતે તમારા પાછળના પરફોર્મન્સમા સુધાર આવ્યો છે. તો RCB ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેને એકટ્રેસ પત્ની અનુષ્કા શર્મા એ પણ તે પોષ્ટને લાઇક કરી હતી. એવી આશા વર્તાઇ રહી હતી કે, IPL 2021 ના સમાપન બાદ T20 વિશ્વકપ માટે તે આફ્રીકાની ટીમમાં સામેલ થઇ શકે છે. જોકે તેનો તેણે ઇન્કાર કર્યો હતો.

‘ધ ફ્લેમ’ સોંગ ના વિડીયોમાં RCB ના ખેલાડીઓ

360 ડીગ્રીથી પ્રસિદ્ધ એબી એ 2010 ના વર્ષમાં એક આલ્બમ રિલીઝ કરી ચુક્યો છે. તો વળી તેણે ગત વર્ષે ‘ધ ફ્લેમ’ નામનુ ગીત રિલીઝ કર્યુ હતુ. જે ગીતમાં તેની સાથે ગાયક અને સોંગ રાઇટર કેરન જોયડ અને યૂથ કોયર પણ હતા. જે ગીતના વિડીયોમાં ડિવીલીયર્સ ઉપરાંત RCB ના કેપ્ટન વિરાટ કોહલી, યુઝવેન્દ્ર ચહલ, ડેલ સ્ટેન ઉપરાંત કાગીસો રબાડા, ક્રિસ મોરિસ અને એનરિચ નોર્ત્ઝે સામેલ હતા.

Next Video