Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે.જે જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક 84 વર્ષીય દાદીનો વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ દાદીનુ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો.
બિમારીને કારણે શોખ પૂરા કરવાનુ નક્કી કર્યુ
84 વર્ષીય અમેરિકન મહિલાના (American Women) કારનામાથી આખું વિશ્વ સ્તબ્ધ છે. જ્યારે આ મહિલાને ખબર પડી કે તે પાર્કિન્સન રોગથી પીડિત છે. તેથી તેણે તેના શોખ પૂરા કરવાનુ નક્કી કર્યુ. મિર્ટા ગેજ નામની આ મહિલાએ 84 વર્ષ વિમાન ઉડાડવાનું પરાક્રમ કર્યું છે. તમને જણાવી દઈએ કે, મિર્ટા ગેજ નામની આ મહિલા યુવાનીમાં પાયલોટ (Pilot) રહી ચૂકી છે.જેથી, તેને ફરીથી વિમાન ઉડાડવાની ઈચ્છા થઈ હતી.જેનો શોખ તેણે પુર્ણ કર્યો છે.
જુઓ વીડિયો
દાદીનું આ પરાક્રમ જોઈને લોકોને આશ્વર્ય થઈ રહ્યુ છે
મિર્ટાની પ્લેન ઉડાવવાની આ ઈચ્છા તેમના પુત્રએ પૂરી કરી છે. મિર્ટાએ કહ્યુ કે,જ્યારે તેણે પ્લેનના કોકપીટમાં પગ મૂક્યો, તેની જૂની સુંદર યાદો તાજી થઈ ગઈ. મિર્ટાએ તેના પુત્ર સાથે કોકપીટમાં બેસીને વિમાન ઉડાવ્યું. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
મિર્ટાના પુત્ર અર્લે જણાવ્યું હતું કે, પાર્કિન્સન રોગનાં (Parkinson’s disease)કારણે તેની માતાને રોજિંદા કામોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આવી સ્થિતિમાં તેણે તેમની માતાની આ ઈચ્છા પુરી કરવાનુ નક્કી કર્યુ હતુ. બાદમાં દીકરાએ તેની માતાની ઈચ્છા પૂરી કરવા માટે એક પાયલોટનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો : Video : મુખ્યપ્રધાનનું રોકિંગ પર્ફોમન્સ ! આ મુખ્યપ્રધાનનો ‘રોકસ્ટાર’ અંદાજ જોઈને તમે પણ દંગ રહી જશો
આ પણ વાંચો : આને કહેવાય વેપાર ! Apple એ લોન્ચ કર્યુ સ્ક્રિન સાફ કરવાનું કપડું, કિંમત એટલી કે EMI પણ કરાવી શકાય
Published On - 3:42 pm, Wed, 20 October 21