MONEY9: શું ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર થઈ રહ્યા છે?

|

May 18, 2022 | 4:20 PM

દેશના 12 રાજ્યોમાં 50 ટકાથી વધુ વસતી ગરીબ છે. સરકારના પોતાના આંકડા આ વાતનો ખુલાસો કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજો પર આધારિત આ આંકડા ચિંતાજનક સ્થિતિ તરફ ઇશારો કરી રહ્યા છે.

શું અમીર વધુ અમીર (RICH) અને ગરીબ વધુ ગરીબ (POOR) થઈ રહ્યા છે? આ સવાલ એક સરકારી સર્વેથી ઉભો થઈ રહ્યો છે. આને આ રીતે સમજીએ કે દેશના 12 રાજ્યોમાં 50 ટકાથી વધુ વસતી ગરીબ છે. તમે કદાચ આ વાતને સાંભળીને ચોંકી જશો. પરંતુ સરકારના પોતાના આંકડા આ વાતનો ખુલાસો કરી રહ્યાં છે. જીવન જરૂરિયાતની ચીજો પર આધારિત આ આંકડા ચિંતાજનક સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે. ડેટા છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એટલે કે NFHSનો. મેના પહેલા સપ્તાહમાં જાહેર થયેલા રિપોર્ટ કેટલીક મહત્વની અને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. આગળ વધતા પહેલાં આપણે આ રિપોર્ટ અંગે કેટલીક જરૂરી વાતો જાણી લઇએ. 

તો પહેલી વાત એ છે કે 2019-21 માટે આ રિપોર્ટમાં વેલ્થ ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આને નક્કી કરવા માટે પરિવારની પાસે રહેલી વસ્તુઓનો હિસાબ-કિતાબ જોવામાં આવ્યો છે. જેમકે, કોઈ પરિવારની પાસે ટીવી, ફ્રિઝ, બાઈક સ્કૂટર અને પીવાના પાણીની સુવિધા છે કે નહીં.  

આ આધારે વસતીને એકસમાન આકારના પાંચ સમૂહોમાં વહેંચવામાં આવી છે. તેમાં ટોપ 20 ટકા સૌથી વધુ ધનિક અને નીચેના 20 ટકામાં આવનારા વર્ગને સૌથી વધુ ગરીબ માનવામાં આવ્યા છે. 

તો હવે પાછા ફરીએ સર્વેના પરિણામો પર તો કેટલીક મોટી ચોંકાવનારી વાતો તેમાંથી બહાર આવી છે. પેરામીટર્સના હિસાબે મૂડીના એકસમાન વિતરણ માટે કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં 20-20 ટકા વસતી પાંચ કેટેગરીમાં હોવી જોઈએ. પરંતુ આવું છે નહીં. હકીકતમાં, શહેરી વસતી ટૉપ કેટેગરીમાં છે. એટલે કે શહેરોમાં વધુ અમીર વસતી રહે છે. બીજી તરફ ગામડામાં ગરીબીનો પડછાયો પથરાયો છે. ઉદાહરણ તરીકે 74 ટકા વસતી ખુબ ગરીબ છે. આનાથી ઉલટુ ગામડામાં રહેનારા દરેક ચારમાંથી ફક્ત એક શખ્સ જ આ અમીર સમૂહોમાં આવે છે.

ગ્રામીણ વિસ્તારમાં અંદાજે 54 ટકા વસતી સૌથી ગરીબીના બે ગ્રુપ્સમાં છે. શહેરોની ફક્ત 10 ટકા વસતી જ ગરીબી હેઠળ છે. અહીં એ વાત યાદ રાખો કે આ વેલ્થ ઇન્ડેક્સ પરિવારોની પાસે રહેલી ઘરવપરાશની ચીજો, બાઇક્સ જેવા વાહનોની ઉપલબ્ધતા પર આધારિત છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની વસતીનો અડધાથી વધુ હિસ્સો ગરીબીની સૌથી નીચલી બે કેટેગરીમાં પોતાનું જીવન જીવી રહ્યો છે. આસામમાં ગરીબી હેઠળના લોકોની સંખ્યા 70 ટકા છે, ત્યારબાદ બિહાર 69 ટકા અને ઝારખંડમાં 68 ટકા હિસ્સો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનો છે.  

મિઝોરમ અને સિક્કિમને બાદ કરતાં બાકીના બધા ઉત્તર-પૂર્વના રાજ્યો ગરીબીની રેખા હેઠળ છે. હવે આ આંકડાથી આવકના અસમાન વિતરણની એક ભયાનક તસવીર સામે આવી રહી છે. ધર્મના આધારે જોઈએ તો અમીરી-ગરીબીમાં હિંદુ અને મુસલમાન બન્ને એક જ લાઇનમાં ઉભેલા જોઇ શકાય છે. આ આંકડા જ દર્શાવે છે કે કેટલાક રાજ્યોમાં 80 ટકાથી વધારે પરિવારોની પાસે બીપીએલ કાર્ડ છે.

ગરીબીના વ્યાપક ફેલાવાનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. ફેમિલી હેલ્થ સર્વેના આંકડા સ્વાભાવિક રીતે જ દેશમાં રહેલી આવકની અસમાનતાને દર્શાવી રહ્યા છે. આવનારા સમયમાં સરકારોએ આ ખાઇને ઘટાડવાની કોશિશ કરવી પડશે.

Next Video