PM નરેન્દ્ર મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના, 140 કરોડ ભારતીયો માટે કરી પ્રાર્થના, જુઓ વીડિયો

PM નરેન્દ્ર મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા-અર્ચના, 140 કરોડ ભારતીયો માટે કરી પ્રાર્થના, જુઓ વીડિયો

| Updated on: Nov 27, 2023 | 12:57 PM

વડાપ્રધાન મોદીએ આજે ​​સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાને મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. પૂજા સમયે વડાપ્રધાન મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વિશેષ પૂજા બાદ PM મોદીએ X પર એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં લખ્યું કે, તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

PM નરેન્દ્ર મોદી તેલંગાણાના ચૂંટણી પ્રવાસ પર છે. તેલંગાણામાં ચૂંટણી પ્રચાર બાદ પીએમ મોદી રવિવારે સાંજે તિરુપતિ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ આજે એટલે કે સોમવારના રોજ ​​સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. વડાપ્રધાને મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પૂજા અર્ચના કરી હતી. પૂજા સમયે વડાપ્રધાન મોદી પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. વિશેષ પૂજા બાદ PM મોદીએ X પર એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં લખ્યું કે, તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

આ પણ વાંચો : પંરપરાગત પોશાકમાં જોવા મળ્યા પીએમ મોદી, તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, જુઓ તસવીરો

તિરુપતિ બાલાજી મંદિરમાં પીએમ મોદી ઘણો સમય રોકાયા હતા. તિરુપતિ બાલાજી એ ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંથી એક છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત મંદિરમાં મુખ્ય દેવતા ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી છે. જે ભગવાન વિષ્ણુનો અવતાર છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો