નાસિકના કાલારામ મંદિરમાં વડપ્રધાન મોદીએ કરી સાફ સફાઈ, આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. તેમને કહ્યું કે આપણે બધાને સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવવાનું છે. મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. તેમને કહ્યું કે આપણે બધાને સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવવાનું છે. મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.
