મહારાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વગાડ્યા ઢોલ, લોકો મંત્રમુગ્ધ થયા, જુઓ વાયરલ વીડિયો

|

Dec 11, 2022 | 10:08 PM

PM મોદી ગોવા અને મહારાષ્ટ્રને લગભગ 75 હજાર કરોડની યોજનાઓ ભેટમાં આપી રહ્યા છે. નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. PMએ નાગપુરમાં 55 હજાર કરોડના ખર્ચે બનેલા દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રના નાગપુરમાં રેલી પહેલા કલાકારો સાથે ઢોલ વગાડ્યા હતા. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આજે નાગપુરમાં PMએ દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. પીએમ મોદી ગોવા અને મહારાષ્ટ્રને લગભગ 75 હજાર કરોડની યોજનાઓ ભેટમાં આપી રહ્યા છે. નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. PMએ નાગપુરમાં 55 હજાર કરોડના ખર્ચે બનેલા દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની બીજી રાજધાનીની મુલાકાત દરમિયાન મોદી 75,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ હતું. તેઓ નાગપુરથી બિલાસપુર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી અને નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાની શરૂઆત કરી. પીએમએ મેટ્રોના ઉદ્ઘાટન બાદ ટિકિટ ખરીદી અને મેટ્રોની મુસાફરી કરી હતી.

પીએમ મોદીએ નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો. હવે તેઓ નાગપુર અને શિરડીને જોડતા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યુ અને નાગપુરના મિહાન વિસ્તારમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાષ્ટ્રને સમર્પિત કરી. મળતી માહિતી મુજબ, વડાપ્રધાને વિદર્ભમાં એક જાહેર સમારંભમાં રૂ. 1,500 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

Published On - 4:35 pm, Sun, 11 December 22

Next Video