ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો માટે PM મોદીની પ્રાર્થના, કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે, જુઓ વીડિયો

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરો માટે PM મોદીની પ્રાર્થના, કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે, જુઓ વીડિયો

| Updated on: Nov 27, 2023 | 11:17 PM

PM મોદીએ કહ્યું કે સરકાર અને તમામ એજન્સીઓ સાથે મળીને ટનલમાં ફસાયેલા મજૂરોને સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. પરંતુ આપણે આ રાહત અને બચાવ કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક પૂર્ણ કરવી પડશે. આ અભિયાનમાં કુદરત આપણને સતત પડકારો આપી રહી છે. આમ છતાં અમે મક્કમ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રાર્થના કરી હતી. હૈદરાબાદના એનટીઆર સ્ટેડિયમમાં આયોજિત ‘કોટી દીપોત્સવમ’ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણે દેવી-દેવતાઓની પ્રાર્થના કરી રહ્યા છીએ ત્યારે ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા મજૂર ભાઈઓના જીવનમાં પણ ઝડપથી પ્રકાશ આવે તેવી પ્રાર્થના કરીએ.

આ પણ વાંચો ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો

વધુમાં PM મોદીએ કહ્યું કે સરકાર અને તમામ એજન્સીઓ સાથે મળીને તેમને સંકટમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડી રહી નથી. પરંતુ આપણે આ રાહત અને બચાવ કામગીરી ખૂબ જ સાવધાનીપૂર્વક પૂર્ણ કરવી પડશે. આ અભિયાનમાં કુદરત આપણને સતત પડકારો આપી રહી છે. આમ છતાં અમે મક્કમ છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 27, 2023 11:17 PM