Surendranagar News: લખતર તાલુકાના ગામડાઓમાં PGVCLના દરોડા, 33 લાખનો ફટકાર્યો દંડ, જુઓ Video
સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા. લખતર તાલુકાના સવલાણા, લીલાપુર સહિતના ગામોમાં વીજ ટીમોએ ચેકિંગની કામગીરી હાથધરી હતી. આ દરમિયાન, ખેડૂતો જ્યોતિગ્રામ યોજનાની વીજળીનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, 13 લોકોને રૂપિયા 33 લાખનો દંડ ફટકારાયો છે.
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા. લખતર તાલુકાના સવલાણા, લીલાપુર સહિતના ગામોમાં વીજ ટીમોએ ચેકિંગની કામગીરી હાથધરી હતી. જો કે ખેડૂતો જ્યોતિગ્રામ યોજનાની વીજળીનો ઉપયોગ કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જો કે PGVCLની ટીમે મોટા પાયે આ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: Surendranagar News: સાયલાના રાયગઢ ગામમાં 81 ખેડૂતોને PGVCL કંપનીએ ફટકાર્યો 1 કરોડથી વધારેનો દંડ! જુઓ Video
જો કે PGVCLની ટીમના અચાનક દરોડાના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાય ગયો હતો. જ્યારે આ ચેકિંગમાં 13 લોકો વીજ ચોરી કરતા ઝડપાયા હતા તેમને 33 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહત્વનું છે કે, PGVCLના દરોડામાં અનેક ગાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે પોલીસની ગાડીઓ પણ રાખવામાં આવી હતી.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
Published on: Oct 23, 2023 07:14 AM