વીડિયો: પાટડીની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સાપ દેખાતા દર્દીઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સિવિલ હોસ્પિટલમાં સાપ દેખાયાની ઘટના સામે આવી છે. સાપ જોવા મળતા દર્દીઓ હોસ્પિટલની બહાર દોડી ગયા હતા, આ પહેલીવાર નથી આ પહેલા પણ સરકારી હોસ્પિટલમાં સાપ જોવા મળ્યાની ઘટના બની ચુકી છે. ત્યારે દર્દીઓ અને તેના સગા વહાલાને હવે હોસ્પિટલમાં આવતા ડર લાગે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સિવિલ હોસ્પિટલમાં સાપ દેખાયાની ઘટના સામે આવી છે, સરકારી હોસ્પિટલમાં સાપ જોવા મળ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે હોસ્પિટલમાં સાપ જોવા મળતા દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાટડીની સરકારી હોસ્પિટલમાં અવારનવાર સાપ જોવા મળતો હોવાની ફરિયાદ લોકો કરે છે.
મહત્વનું છે કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે ત્યારે જો કોઈ દર્દીને આ સાપ કરડી જાય તો તેની સારવારની જગ્યાએ મોત મળી જવા તેવી પરિસ્થિતિ સર્જાય. પાટડીની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સાપ દેખાતા દર્દીઓ બહાર દોડી આવ્યા હતા. જો કે સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. સાપનું રેસ્ક્યું કરવામાં આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
જો સરકારી હોસ્પિટલમાં સાપ દેખાવાની ઘટના અવાર નવાર બને છે, ત્યારે હોસ્પિટલના સંચાલકો આવી ઘટના ફરી ન બને તે માટે કોઈ પગલા લેતા નથી અને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના જીવ સાથે રમે છે.
આ પણ વાંચો: Surendranagar News: લખતર તાલુકાના ગામડાઓમાં PGVCLના દરોડા, 33 લાખનો ફટકાર્યો દંડ, જુઓ Video
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)