New Parliament : લોકશાહીનું મંદિર કહેવાતી નવી સંસદનું નિર્માણકાર્ય થયું છે આ રીતે-એક ક્લિકમાં જુઓ Video ઝલક

|

May 26, 2023 | 4:55 PM

New Parliament : આ નવા સંસદ ભવનની નિર્માણકાર્યની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. તેનું બાંધકામ ગુજરાતની કંપની HCP દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર છે. નવી સંસદ ભવનનાં નિર્માણમાં 60,000 કામદારોએ યોગદાન આપ્યું છે.

Delhi : 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. જેને લઈને દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત 19 વિરોધ પક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમનું માનવું છે કે લોકશાહીનું મંદિર કહેવાતી નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ. સંસદના નવા ભવન અંગેનો આ વિવાદ નવો નથી. તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધી વિપક્ષે તેના પર ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો : નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ? જુઓ જૂના સંસદ ભવનના આ PHOTO

નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર છે

આ સંસદ ભવનની નિર્માણકાર્યની કેટલીક તસ્વીરો વાયરલ થઈ રહી છે. તેનું બાંધકામ ગુજરાતની કંપની HCP દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નવા સંકુલનો આકાર ત્રિકોણાકાર છે. નવી સંસદ ભવનનાં નિર્માણમાં 60,000 કામદારોએ યોગદાન આપ્યું છે.

નવું સંસદ ભવન એ ભારતના લોકતંત્રની સુરક્ષામાં એક મહત્વપૂર્ણ રોકાણ છે, તેમાં લેવામાં આવેલા સુરક્ષા પગલાઓ બિલ્ડિંગ અને તેમાં રહેતા લોકોને વિવિધ જોખમોથી બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:39 pm, Fri, 26 May 23

Next Video