સુરેન્દ્રનગર સમાચાર: ગેરકાયદે સિરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા, 30 લાખથી વધુની સિરપ ઝડપાઈ

|

Dec 02, 2023 | 5:45 PM

સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં ગેરકાયદે આયુર્વેદિક સીરપ વેચાણ મુદ્દે દરોડા પાડવામાં આવ્યા હતા. આશરે 15 હજારથી વધુ અલગ અલગ બ્રાન્ડની સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપ વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા.

ગેરકાયદે આયુર્વેદિક સીરપ વેચાણ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દુધરેજ નજીક શિવ શક્તિ ગોડાઉનમાંથી આર્યવેદીક સીરપનો જથ્થો ઝડપાયો હતો. કુલ 30 લાખથી વધુની સીરપ ઝડપી પોલીસે ગોડાઉન સીલ કર્યુ છે. આશરે 15 હજારથી વધુ અલગ અલગ બ્રાન્ડની સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપ વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા.

મહત્વનું છે કે, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી, જોરાવરનગર સહિતના વિસ્તારમાં સીરપનું વેચાણ થતું હતું. પોલીસે આવી કોઈ પણ પ્રકારની આર્યવેદીક સીરપનું સેવન ન કરવા અપીલ કરી છે. ડોક્ટર લખી આપે તો જ સીરપનો ઉપયોગ કરવા લોકોને કહેવામાં આવ્યું છે. જો કે ખેડામાં ખરાબ સીરપ પીવાના કારણે 5થી વધારે લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વીડિયો : કેરાળા ગામની સીમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી, 1.50 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)

Published On - 5:44 pm, Sat, 2 December 23

Next Video