MONEY9: બાય બેક એટલે શું? તેનો લાભ તમે કેવી રીતે લઇ શકો? સમજો આ વીડિયોમાં

|

Mar 07, 2022 | 5:24 PM

હવે સવાલ તે છે કે કંપનીઓ કેમ કરે છે બાયબેક? સવાલ વાજબી છે. બાયબેકથી બજારમાં તેમના શેરની સંખ્યા ઓછી થાય છે અને તેનાથી પ્રતિશેર કમાણી વધી જાય છે. જેને EPS કહેવાય છે.

બાય બેક (BUY BACK) એટલે શું? સાદા શબ્દોમાં સમજાવીએ તો આઈપીઓ (IPO)નું ઉલટું થાય છે બાય બેક. IPOમાં કંપની પોતાનો હિસ્સો વેચે છે અને બાયબેકમાં પાછો ખરીદે છે. હાલના વર્ષોમાં ઘણી કંપનીઓ પાસે સારી રોકડ હતી. તેમણે શેરધારકોને ડિવિડંડ (DIVIDEND) આપવાની બદલે પોતાનો હિસ્સો પાછો ખરીદી લીધો અને અનેક રોકાણકાર માલામાલ થઈ ગયા.

હવે સવાલ તે છે કે કંપનીઓ કેમ કરે છે બાયબેક? સવાલ વાજબી છે. બાયબેકથી બજારમાં તેમના શેરની સંખ્યા ઓછી થાય છે અને તેનાથી પ્રતિશેર કમાણી વધી જાય છે. જેને EPS કહેવાય છે. કંપનીઓ બે રીતે બાયબેક કરે છે. એક છે ટેન્ડર ઓફર. જેના પર કંપની પોતાના વર્તમાન શેરધારકો પાસેથી એક નિશ્ચિત કિંમત પર શેર ખરીદે છે. શેરધારકોએ નિર્ધારીત તારીખ સુધીમાં આ શેર પાછા વેચવાનો નિર્ણય કરવાનો હોય છે. જેને રેકોર્ડ ડેટ કહે છે.

બીજી છે ઓપન ઓફર. જેમાં કંપની સ્ટોક એક્સ્ચેન્જ કે બુક બિલ્ડિંગ મારફતે પોતાના શેર ખરીદે છે. એક્સ્ચેન્જ મારફતે ખરીદીમાં પ્રમોટર સામેલ નથી થઈ શકતા. અન્ય શેરધારક ઓર્ડર ટ્રેડિંગ પ્રણાલીથી કંપનીને શેર વેચી શકે છે. બૂક બિલ્ડિંગમાં એક મર્ચન્ટ બેંકર ઈલેક્ટ્રોનિક બિડિંગ મારફતે શેરની બાયબેક કિંમત નક્કી કરે છે.

આ પણ જુઓ: કંપનીના કેશ ફ્લોની ગણતરી કેવી રીતે કરશો?

આ પણ જુઓ:  કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ શું હોય છે?

Next Video