MONEY9: કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં જોઈ લો કે તેના પ્રમોટર કોણ છે

|

Mar 08, 2022 | 3:17 PM

બિઝનેસને એક આઈડિયામાંથી નફાકારક કંપનીમાં તબદીલ કરવાનું તમામ કામ આ પ્રમોટરનું જ હોય છે. કોઈ કંપનીમાં એક તો કોઈમાં બે કે બેથી વધારે પણ પ્રમોટર હોઈ શકે છે.

સ્ટોક માર્કેટની ચર્ચાઓ વખતે તમે અનેક વખત પ્રમોટર (PROMOTER) શબ્દ સાંભળ્યો હશે. તમને જણાવી દઇએ કે કંપની (COMPANY)ને તારવા કે ડૂબાડવામાં આ પ્રમોટરનો જ હાથ હોય છે. જો પ્રમોટર દૂરંદેશી અને કુશાગ્ર હશે તો કંપનીનો દેખાવ (PERFORMANCE) સારો રહેશે અને તમારો નફો વધશે. પ્રમોટર એટલે કંપનીનો માલિક. બિઝનેસને એક આઈડિયામાંથી નફાકારક કંપનીમાં તબદીલ કરવાનું તમામ કામ આ પ્રમોટરનું જ હોય છે. કોઈ કંપનીમાં એક તો કોઈમાં બે કે બેથી વધારે પણ પ્રમોટર હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં તો એક કંપની પણ બીજી કંપનીની પ્રમોટર હોઈ શકે છે. પ્રમોટરની જવાબદારી કંપનીને ચલાવવા માટે મૂડી ભેગી કરવાની પણ હોય છે.

સારા પ્રમોટર કંપનીને મોટી બનાવે છે અને ખરાબ પ્રમોટર ચાલુ કંપનીને તાળા પણ મરાવી શકે છે. હવે ખબર પડીને કે કોઈ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં પ્રમોટરની માહિતી મેળવવી શા માટે જરૂરી છે ? પ્રમોટર કોણ છે? તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે? તેની હાજરીમાં કંપનીએ કેવું પ્રદર્શન કર્યું? આ તમામ વાતો એવી છે જે તમારે જાણવી અને સમજવી ખુબ જરૂરી છે.

આ પણ જુઓ: આ રીતે શોધી કાઢો કંપનીના ગોટાળા, નહીં થાય શેરમાં નુકસાન

આ પણ જુઓ: કંપનીના કેશ ફ્લોની ગણતરી કેવી રીતે કરશો?

Next Video