MONEY9: પૈસાની જરૂર છે? ક્યાંથી લોન લેવી સસ્તી પડશે? જુઓ આ વીડિયો

|

Mar 07, 2022 | 4:17 PM

પૈસાની જરૂર હોય ત્યારે તમે લોન લેવાનું વિચારો છો. મુશ્કેલીના સમયમાં તમે લાંબો કોઇ વિચાર કર્યા વગર તમે લોન એપ કે ક્રેડિટકાર્ડ દ્વારા લોન લઇ લો છે. પરંતુ હજુ પણ કેટલાક એવા વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં તમે ઓછા વ્યાજે લોન લઇ શકો છો.

આજકાલ મોટી સંખ્યામાં લોકો પૈસાની અચાનક જરૂરીયાત પડે ત્યારે એપ અને ક્રેડિટ કાર્ડ (CREDIT CARD) દ્વારા સમજ્યા વિચાર્યા વગર મોંઘી લોન (LOAN) લઈ લે છે. પરંતુ જ્યારે તેને ચુકાવવાનો વારો આવે છે, ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે. તમે તમારી વીમા પોલીસી (INSURANCE POLICY) પર પણ લોન મેળવી શકો છો. વીમા પૉલિસી પર લોનની રકમ ઘણી બાબતો પર આધાર રાખે છે. તેમાં પૉલિસીનો સમયગાળો અને તેની ફંડ વેલ્યુ મુખ્ય હોય છે. સામાન્ય રીતે કંપનીઓ લોનની ગણતરી સરન્ડર વેલ્યૂના હિસાબે કરતી હોય છે. સરન્ડર વેલ્યૂના 85 ટકા સુધી લોન સરળતાથી મળી જાય છે. ચાઈલ્ડ પ્લાન, મની બેક એન્યુઈટી પ્લાન જેવી વિશેષ પ્રોડક્ટ પર લોનની સુવિધા નથી મળતી.

હાલ પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડની લોન પર વ્યાજનો દર વાર્ષિક 11 ટકાથી 36 ટકાની વચ્ચે છે. વીમા પૉલિસી પર લોન લીધી હોય તો વ્યાજ 9 ટકાની આસપાસ હોય છે. વીમા કંપનીઓ લોન પર વ્યાજનો દર પોતાના ખર્ચ અનુસાર નક્કી કરે છે. બજારના વલણ અનુસાર સમય-સમય પર આ દરોમાં ફેરફાર થતો રહે છે. પૉલિસી ધારક આ લોનની ચુકવણી માટે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક હપ્તાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો તમારી પાસે ક્યાંકથી રોકડની વ્યવસ્થા થઈ ગઈ છે તો તેની એક સાથે પણ ચુકવણી કરી શકાય છે.

 

આ પણ જુઓ: શોખ અને જરૂરિયાતમાં આ રીતે કરો ફરક

આ પણ જુઓ: ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને!

Next Video