MONEY9: એજ્યુકેશનની લોન ચુકવણીમાં જો કરી કોઇ ચૂક, તો ક્રેડિટ સ્કોરમાં થશો નાપાસ

|

Mar 23, 2022 | 4:03 PM

એજ્યુકેશન લોનની ચુકવણીમાં ચૂક વિદ્યાર્થી અને વાલી બન્નેના ક્રેડિટ સ્કોરને ખરાબ કરી શકે છે. જેનાથી નવી લોન મળવામાં તો મુશ્કેલી આવશે. સાથે જ જામીન તરીકે રાખવામાં આવેલી સિક્યોરિટી જપ્ત થવાનું જોખમ રહે છે.

અનિલે એજ્યુકેશન લોન (EDUCATION LOAN) લઇને બીટેકનો અભ્યાસ કર્યો. કેમ્પસ પ્લેસમેન્ટમાં નોકરી મળી પરંતુ લૉકડાઉન લાગતા જ કંપનીએ ઑફર ફગાવી દીધી. ન હાથમાં નોકરી, ન ખિસ્સામાં પૈસા. અનિલ લોન ચુકવવામાં (LOAN REPAYMENT) નિષ્ફળ રહ્યાં. જેનાથી તેમની પર લાગી ગયો ડિફોલ્ટરનો સ્ટેમ્પ. પરંતુ આ થપ્પો માત્ર અનિલ પર જ ન લાગ્યો, તેમના કો-એપ્લિકેન્ટ એટલે કે વાલી પણ ડિફૉલ્ટર (DEFAULT) લિસ્ટમાં સામેલ થઇ ગયા. આ થપ્પાની અસરની તેમને ભલે અત્યારે ખબર ન પડે…પરંતુ ભવિષ્યમાં કોઇ નાણાકીય જરૂરિયાત માટે જો લોનની જરૂર પડે તો કદાચ જ તેમને મળે.

ડિફોલ્ટ થશો તો શું થશે?
એજ્યુકેશ લોનની ચુકવણી કરવામાં ચુક કરવાથી વિદ્યાર્થીની સાથે કો-એપ્લીકેન્ટની મુશ્કેલીઓ પણ વધી જાય છે. તેનાથી ક્રેડિટ સ્કોર ખરાબ થઇ જાય છે કારણ કે કો-એપ્લિકેન્ટ જ આ લોનના ગેરંટર છે. જો વિદ્યાર્થી લોન ડિફૉલ્ટ કરે છે તો ચુકવણીની જવાબદારી કો-એપ્લિકેન્ટની હોય છે. લોન ચુકવવાની સ્થિતિમાં બેંક કે નાણાકીય સંસ્થાન લોનધારકની સામે પગલાં ભરી શકે છે.

શું થશે કાર્યવાહી?જો 4 લાખ રૂપિયાથી ઓછી જામીન વગરની લોન છે તો ચેતવણી પત્ર અને નોટિસ મોકલ્યા બાદ કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.
લોન આપનારી સંસ્થા બેંક એકાઉન્ટ જપ્ત કરવાથી લઇને સંપત્તિની હરાજી કરવા જેવા પગલાં ભરી શકે છે. જો 7.5 લાખ રૂપિયા સુધીની લોન છે તો સિક્યોરિટી જપ્ત કરી શકાય છે. વસૂલાત ન થવા પર આ લોનને એનપીએની કેટેગરીમાં નાંખી દેવામાં આવે છે.

શું દર્શાવે છે આંકડા?

દેશમાં ઉદ્યોગ અને કૃષિ પછી શિક્ષણ એક એવું ક્ષેત્ર છે જ્યાં લોન ચુકવણીમાં સૌથી વધુ ચુક થાય છે. માર્ચ 2021માં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના આંકડા બતાવે છે કે એજ્યુકેશન લોનમાં વર્ષ દર વર્ષ NPAની સંખ્યા 1-2 ટકાથી વધી જાય છે. 2016માં એજ્યુકેશન લોનમાં 7.29% NPA રહ્યું, 2018માં તે 8.1% અને 2019 માં 8.3% હતું. 2020ના પહેલા 9 મહિના એટલે કે એપ્રિલથી ડિસેમ્બરમાં આ આંકડો 9.7% હતો.

NPAના કેસોમાં પૂર્વ ભારતમાં બિહાર અને દક્ષિણ ભારતમાં તમિલનાડુનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. પૂર્વ ભારતમાં તે 14.2% તો દક્ષિણના રાજ્યોમાં તે 11.9% રહ્યું. ઉત્તરના રાજ્યોમાં NPA 3.3% રહી જ્યારે પશ્ચિમ ભારતમાં 3.9% લોન ભરવામાં ન આવી. કોવિડના મારે એકતરફ NPAમાં વધારો કર્યો તો બીજી તરફ લોનની સંખ્યા પણ ઘટાડી.

RBIના આંકડા શું કહે છે?
RBIનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે 2019ની સરખામણીમાં 2020માં એજ્યુકેશન લોનમાં 1.8 ટકાનો ઘટાડો આવ્યો. આ લોનમાં 2020ની સરખામણીમાં 2021માં 2.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો. નવેમ્બર 2019માં 66,564 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન હતી. નવેમ્બર 2020માં તે ઘટીને 65,349 કરોડ રૂપિયા થઇ ગઇ. જ્યારે નવેમ્બર 2021માં આ લોન વધુ ઘટીને 63,452 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ.

એજ્યુકેશન લોન ડિફૉલ્ટ પછી લોનધારક અને તેમના ગેરન્ટરને ભવિષ્યમાં લોન અને ક્રેડિટ કાર્ડ નથી મળતા. તમારા સિબિલ સ્કોરમાં એકવાર જો ઘટાડો થશે તો લોન ચુકવણીનો ઉલ્લેખ હંમેશા માટે નોંધાઇ જશે. એક રિપોર્ટ અનુસાર 20 થી 30 વર્ષના ગ્રાહકોનો સિબિલ સ્કોર સૌથી ખરાબ જોવા મળ્યો. એટલે કે કરિયરનું પ્રથમ પગલું ખરાબ ક્રેડિટ રિપોર્ટને સાથે રાખે છે.

નિષ્ણાતોનો મત
ઓપ્ટિમા મની મેનેજર્સના ફાઉન્ડર પંકજ મઠપાલ કહે છે કે કરિયરની માવજત કરવા માટે લેવામાં આવેલી એજ્યુકેશન લોન ફાઇનાન્સિયલ જીવનને ઉંડો આઘાત આપી શકે છે. તેથી એજ્યકેશન લોન લેતા પહેલાં કૉલેજ, કોર્સ અને તેનો પ્લેસમેન્ટ રેકૉર્ડ જરૂર ચકાસી લો.

મની 9ની સલાહ
જો લોન લઇને તમે ચુકવી નથી શકતા તો બેંક સાથે સ્પષ્ટ રીતે વાત કરો. તેને તમારી આર્થિક હાલત વિશે જણાવો. ફોન નંબર કે સરનામું બદલીને સંતાવા કરતાં બેંક સાથે ચર્ચા કરવા માટે સમય માંગો અને લોનની ચુકવણી માટે પૈસાની વ્યવસ્થા કરો. જો વિદ્યાર્થી ડિફોલ્ટ થાય છે તો લોનનું પુનર્ગઠન કરાવો. બેંકનો સંપર્ક જાળવી રાખો નહીંતર લોનધારક અને ગેરન્ટર એમ બન્નેનો રેકોર્ડ બગડી જશે.

આ પણ જુઓ

એજ્યુકેશન લોન લેતા પહેલાં આ જાણવું જરૂરી છે

આ પણ જુઓ

ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને!

Next Video