KGF 2 ટ્રેલર લૉન્ચઃ રોકિંગ સ્ટાર્સ યશ અને સંજય દત્ત ધમાકેદાર એક્શન મોડમાં જોવા મળ્યા

|

Mar 27, 2022 | 7:55 PM

'KGF ચેપ્ટર 2' ફિલ્મના નિર્માતાઓએ આજે બેંગલુરુમાં વિશ્વની સૌથી મોટી ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું આયોજન કરીને શાનદાર પ્રમોશન સાથે સંપૂર્ણ રીતે આ બિગ બજેટ ફિલ્મને સફળ બનાવવાનું નક્કી કરી લીધું હોય તેવું જણાઈ રહ્યું છે.

KGF 2 ટ્રેલર લૉન્ચઃ રોકિંગ સ્ટાર્સ યશ અને સંજય દત્ત ધમાકેદાર એક્શન મોડમાં જોવા મળ્યા
KGF Chapter 2 Official Poster (File Photo)

Follow us on

એવું લાગી રહ્યું છે કે વર્ષ 2022 એ બૉલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણકાળ સાબિત થશે. અત્યારે ભારતીય દર્શકોમાં અભિનેતા યશની (Yash) આગામી ફિલ્મ ‘KGF’નો ક્રેઝ બિલકુલ એવો જ છે જેવો સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’ના (Bahubali) બીજા ભાગનો હતો. અમે તમને જણાવી દઈએ કે, અત્યારે ‘KGF Chapter 2’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થયા પછી, ચાહકોની કમેન્ટ્સ પરથી તમે જોઈ શકો છો કે ફરી એકવાર તેઓ યશને સ્ક્રીન પર જોવા માટે ખુબ જ આતુરતા જોવા મળી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે.

સાઉથ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘KGF’ના બીજા ચેપ્ટરનું ટ્રેલર ‘KGF 2’ આજે રિલીઝ થઈ ચૂક્યું છે. યશના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે હવે KGF 2 નું ટ્રેલર સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર યશની ફિલ્મના ટ્રેલર પર ચાહકોની અઢળક પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. અમે તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘KGF’નો પહેલો ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મનું હિન્દી વર્ઝન ટ્રેલર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ફિલ્મનો હીરો યશ ફિલ્મના ટ્રેલરની લગભગ 1 મિનિટ 19 સેકન્ડ પછી દેખાય છે. ત્યારે સ્ક્રીન પર લખેલું છે ‘રોકિંગ સ્ટાર યશ’. તેની પાછલી ફિલ્મની જેમ, યશ આ ફિલ્મમાં પણ કેટલાક શ્રેષ્ઠ સંવાદો બોલતો જોવા મળે છે. આ ફિલ્મમાં VFX વર્ક પણ ઘણું સારું લાગી રહ્યું છે.

યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ આગામી તા. 14/04/2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, તેવું ટ્રેલરના અંતે સ્ક્રીન પર લખેલું છે. આ ટ્રેલર એક્સેલ એન્ટરટેઈનમેન્ટની યુટ્યુબ ચેનલ ઉપરાંત, તમે તેને હોમબેલ પ્રોડક્શન્સની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. અમે તમને જણાવી દઈએ કે, ફરહાન અખ્તરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મના ટ્રેલરનું પોસ્ટર પણ શેર કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્માતાઓએ આ ફિલ્મને લઈને મહત્વનો નિર્ણય લીધો છે કે તેઓ આ ફિલ્મને દરેક જગ્યાએ જોરશોરથી પ્રમોટ કરશે. આજે સવારે (27/03/2022) રવિવારના રોજ બેંગલુરુમાં આ ફિલ્મના ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે યશ, સંજય દત્ત, રવિના ટંડન પણ હાજર રહયા હતા.

આ ટ્રેલર લોન્ચ ઈવેન્ટ કરણ જોહરે હોસ્ટ કરી હતી. કન્નડ ભાષામાં શૂટ થયેલી આ ફિલ્મ વધુ ચાર ભાષાઓ – તેલુગુ, તમિલ, હિન્દી અને મલયાલમમાં પણ રિલીઝ થશે. અભિનેતા યશના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતા યશની સાથે બૉલીવુડમાં ‘બાબા’ તરીકે પ્રખ્યાત સંજય દત્ત પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત, બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટેન્ડન અને શ્રીનિધિ શેટ્ટી પણ આ ફિલ્મમાં પોતાના અભિનયનો જલવો પાથરશે.

આ પણ વાંચો – કંગના રનૌત આલિયા ભટ્ટની RRR ફિલ્મ જોવા માટે આતુર, કહ્યું ‘મારી સૌથી પ્રિય…’

Next Article