Karnataka Assembly Elections 2023: રાહુલ ગાંધીનો ગદા સાથેનો Video થયો વાયરલ, કોંગ્રેસ નેતાઓએ પણ વીડિયો કર્યો છે શેર
Karnataka Assembly Elections 2023 : કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ બલીનો મુદ્દો છવાયેલો રહ્યો... ત્યારે કર્ણાટકમાં શાનદાર વિજય બાદ રાહુલ ગાંધીની હાથમાં ગદા સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો છે...
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ બલીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ત્યારે કર્ણાટકમાં શાનદાર વિજય બાદ રાહુલ ગાંધીની હાથમાં ગદા સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો છે… કોંગ્રેસના સમર્થકો સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો ગદા સાથેનો ફોટો શેર કરી બજરંગ બલી મુદ્દે ભાજપ પર કટાક્ષ કરી રહ્યા છે… સાથે જ કર્ણાટકમાં કોંગ્રેસની જ્વલંત જીતનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યા છે… રાહુલ ગાંધીનો આ વીડિયો રાજધાની દિલ્લીમાં ભારત જોડો યાત્રાના સમયનો છે… રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન દિલ્લીના મરઘટ હનુમાન મંદિરની મુલાકાત લઇને બજરંગ બલીના દર્શન કર્યા હતા… આ દરમિયાન મંદિરના પૂજારીએ રાહુલ ગાંધીને ગદા ભેટમાં આપી હતી… અને હવે કર્ણાટકની ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીનો આ જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે…
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો.
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
