બાબા મહાકાલના આશીર્વાદ લેવા બોયફ્રેન્ડ સાથે ઉજ્જૈન પહોંચી જ્હાન્વી કપૂર, જુઓ વીડિયો
વિશ્વ પ્રસિદ્ધ ભગવાન મહાકાલ મંદિરમાં દરરોજ સવારે 4 વાગ્યે ભસ્મરતી થાય છે. આજે સવારે બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડીયા અને નિર્દેશક એટલી કુમાર મહાકાલ મંદિર પહોંચ્યા અને ભસ્મ આરતી કરીને બાબાના આશીર્વાદ લીધા. આ પ્રસંગે જ્હાન્વી કપૂર ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી.આ દરમિયાન જ્હાન્વી નંદી હોલમાં ભગવાન મહાકાલની આરતીમાં મગ્ન જોવા મળી હતી. જ્હાન્વીએ ભજન પણ ગાયા હતા.
બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી. જાહ્નવીની શિખરની સાથે ડાયરેક્ટર એટલી કુમાર પણ સાથે હતા. સોમવારે સવારે મહાકાલના શહેર ઉજ્જૈન પહોંચી હતી અને મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા. જ્હાન્વી કપૂરે ભસ્મ આરતીમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન મહાકાલ મંદિરમાં દરરોજ સવારે 4 વાગ્યે ભસ્મરતી થાય છે. આજે સવારે બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડીયા અને નિર્દેશક એટલી કુમાર મહાકાલ મંદિર પહોંચ્યા અને ભસ્મ આરતી કરીને બાબાના આશીર્વાદ લીધા. આ પ્રસંગે જ્હાન્વી કપૂર ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી.આ દરમિયાન જ્હાન્વી નંદી હોલમાં ભગવાન મહાકાલની આરતીમાં મગ્ન જોવા મળી હતી. જ્હાન્વીએ ભજન પણ ગાયા હતા.
તમને જણાવી દઈએ કે ભસ્મ આરતી દરમિયાન તેણે ઘણી વાર તાળીઓ પાડી અને બાબા મહાકાલની ભક્તિમાં લીન દેખાઈ હતી. અહીં બાબા મહાકાલના નિરાકાર સ્વરૂપને જોયા બાદ જ્હાન્વી કપૂરે બોયફ્રેન્ડ સાથે ચાંદી ધ્વારથી બાબા મહાકાલની પૂજા કરી અને પંડિત દ્વારા બાબા મહાકાલને પાણીનો એક માટલો પણ અર્પણ કર્યો હતો. બાબા મહાકાલના દર્શન કર્યા બાદ જ્હાનવી કપૂરે કહ્યું કે તે બીજી વખત બાબા મહાકાલના દરબારમાં આવી છે.
