Jammu Kashmir: સોનમર્ગમાં બરફનું ભયંકર તોફાન આવતા 3 મજૂરો દટાયા, જુઓ Video

|

Jan 12, 2023 | 3:28 PM

જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો કહેર યથાવત છે. ઘાટીમાં ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે રહ્યો હતો. ભારે ઠંડી (Cold) અને હિમવર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખીણના ઘણા વિસ્તારોમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે.

સફેદ બરફથી આચ્છાદિત પર્વતો પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આ વીડિયોમાં બરફનું તોફાન જોઈને તમને ખ્યાલ આવશે કે સફેદ બરફ કેટલો ખતરનાક હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં બાલતાલ, ઝોજિલા પાસે  બરફનું તોફાન આવ્યું હતું. આ ઘટનામાં 3 મજૂરો દટાયા હોવાના સમાચાર છે. જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો કહેર યથાવત છે. ઘાટીમાં ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે રહ્યો હતો. ભારે ઠંડી અને હિમવર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખીણના ઘણા વિસ્તારોમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં પણ ભારે હિમવર્ષાને કારણે, તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગંગોત્રી અને યમુનોત્રીમાં વર્ષની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઠંડીના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો : J&K: માછિલ સેક્ટરમાં મોટો અકસ્માત; ભૂસ્ખલનને કારણે જેસીઓ સહિત 3 જવાન શહીદ

કાશ્મીર ખીણમાં શીત લહેર યથાવત છે. શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. કાશ્મીર ખીણમાં સતત રાત્રે તાપમાનનો પારો ઝીરોથી નીચે નોંધાયો હતો. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -6.4°C નોંધાયું હતું, જ્યારે પહેલગામમાં લઘુત્તમ -9.2°C, કુપવાડા -6.2°C, ગુલમર્ગ -7.5°C, લેહમાં -15.2°C નોંધાયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડી અને હિમવર્ષાના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાંથી લોકો હિજરત કરી રહ્યા છે. ઠંડીના કારણે સોનમર્ગમાં તળાવ થીજી ગયું હતું.

Published On - 3:28 pm, Thu, 12 January 23

Next Video