MONEY9: શું અત્યારે બજાજ ફાઇનાન્સમાં પૈસા લગાવવા જોઇએ?

|

Jun 24, 2022 | 4:42 PM

ઇન્વેસ્ટર્સને બજાજ ફાઇનાન્સે તગડું રિટર્ન આપ્યું છે. રિટર્નનો અંદાજો એ રીતે લગાવી લો કે જો 20 વર્ષ પહેલાં તમે બજાજ ફાઇનાન્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજની તારીખમાં તે 10 કરોડ રૂપિયા થઇ ગયા હોત.

MONEY9: તમે ઑનલાઇન કે ઑફલાઇન ગમે તેવી ખરીદી કરવા જાઓ તમને ફાઇનાન્સના ઘણાં ઓપ્શન જોવા મળે છે. નો કૉસ્ટ EMI સહિત બીજા ફાઇનાન્સિંગ ઑપ્શન્સ તમને મળે છે. આમાં એક નામ જે તમને મોટાભાગે જોવા મળે છે, અને તે છે બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ એક એવી કંપની છે જ્યાં કન્ઝ્યુમર્સ અને ઇન્વેસ્ટર્સ બન્ને હેપ્પી છે. તમે પૂછશો કેવી રીતેતો વાત એમ છે કે, એક તો આ કંપની તમને ખરીદી કરવા માટે ફાઇનાન્સ પુરૂં પાડે છે. અને બીજી વાત, ઇન્વેસ્ટર્સને બજાજ ફાઇનાન્સે તગડું રિટર્ન આપ્યું છે. રિટર્નનો અંદાજો એ રીતે લગાવી લો કે જો 20 વર્ષ પહેલાં તમે બજાજ ફાઇનાન્સમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજની તારીખમાં તે 10 કરોડ રૂપિયા થઇ ગયા હોત…

બજાજ ફાઇનાન્સનો ઇતિહાસ

તો આજે બજાજ ફાઇનાન્સના આખા બિઝનેસ અને તેના શેર પર મળેલા રિટર્નની જ વાત કરીએ. કંપનીનો બિઝનેસ સમજવા માટે એકવાર તેના ઇતિહાસ પર નજર નાંખી લઇએ. 25 માર્ચ 1987ના રોજ બજાજ ઑટો ફાઇનાન્સ નામથી આ કંપનીનો પાયો નંખાયો, પછી એપ્રિલ 2007માં બજાજ ગ્રુપે ફાઇનાન્સિયલ સર્વિસિઝ કારોબાર પર ફોકસ કરવા માટે બજાજ ઑટોને ડીમર્જર કર્યા બાદ બજાજ ફિનસર્વ કંપની શરૂ કરી.

હવે આવીએ 1994માં. કંપનીએ 90 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ પર IPO લોન્ચ કર્યો. 1998માં બજાજ ફાઇનાન્સને NBFCનો દરજજો મળ્યો. 2014માં કંપનીએ હાઉસિંગ ફાઇનાન્સ કારોબારમાં એન્ટ્રી કરી. 2016માં બજાજ ફાઇનાન્સે રિટેલ ફેશન, ટ્રાવેલ અને સ્મૉલ એપ્લાયન્સિસ માટે EMI આધારિત ફાઇનાન્સની સુવિધા શરૂ કરી. હવે આજની તારીખે બજાજ ફાઇનાન્સ દેશની સૌથી મોટી અને ડાયવર્સિફાઇડ NBFC છે.

31 માર્ચ 2022 સુધી 1.97 લાખ કરોડ રૂપિયાની AUM અને 3504 લૉકેશન્સ પર કંપનીની હાજરી છે. સાથે જ કંપનીના 1.33 લાખથી વધુ ડિસ્ટ્રીબ્યૂશન પૉઇન્ટ્સ છે.

નાણાકીય વર્ષ 2022માં રેકોર્ડ 90 લાખ નવા ગ્રાહક જોડાયા, કુલ 3.27 કરોડ ક્રોસ સેલ ગ્રાહક, હવે કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 5.75 કરોડ છે. 2021-22ના ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 22.1 લાખ નવા ગ્રાહકો જોડ્યા છે. કંપની મુખ્યત્વે ઇન્ડિવિઝ્યુઅલ અને SME ને ફાઇનાન્સિંગ કરે છે. આ ઉપરાંત હાઉસિંગ ફાઇનાન્સ અને સ્ટૉક બ્રોકિંગના કારોબારમાં પણ છે કંપનીની હાજરી.

કંપનીના સ્ટૉકનું પર્ફોર્મન્સ

તો છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ પોતાના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. જોકે, હાલ કંપનીનો શેર તેની 52 સપ્તાહની સપાટીએથી ઘણો નીચે ચાલી રહ્યો છે અને આનાથી એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે શું કંપનીમાં પૈસા લગાવવાનો આ યોગ્ય સમય છે.

સ્ટૉક સાથે જોડાયેલા ટ્રિગર્સ

તો પહેલી વાત એ છે કે 2-3 વર્ષ સુધી બેંક બનાવવાનું કંપનીનું કોઇ પ્લાનિંગ નથી. એટલે કંપની હજુ NBFC જ રહેવા માંગે છે. કંપનીનું પેમેન્ટ્સ અને ફાઇનાન્સિયલ સર્વિસિઝ કારોબાર પર ફોકસ છે અને 5 વર્ષમાં 10 કરોડ ગ્રાહકોનું લક્ષ્ય છે. કંપની 1 જુલાઇએ EMI સ્ટોરવાળા બજાજ મૉલ બ્રાન્ડ લૉન્ચની તૈયારીમાં છે. સાથે જ કંપની બિઝનેસ ટ્રાન્સફોર્મેશન માટે ટીમ્સ અને ટેક્નોલોજીમાં મોટું રોકાણ કરી રહી છે.

સાથે જ વધતી કોમ્પિટિશન છતાં ગ્રોથ પર ફોકસ છે અને આ જ કારણ છે કે ચોથા ત્રિમાસિકમાં કંપનીનો નફો 80% વધીને ₹2420 કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયો છે. સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના સેગમેન્ટ્સમાં કંપનીનો બિઝનેસ પ્રી-કોવિડ સ્તર પર કે તેનાથી સારો થઇ ગયો છે. કંપનીનો લિક્વિડિટી બફર પ્રી-કોવિડ સ્તર પર એટલે કે ₹10,110 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

હવે NBFC સેગમેન્ટની બીજી કંપનીઓ સાથે બજાજ ફાઇનાન્સની સરખામણી કરી લઇએ. આ સરખામણીમાં કંપની અન્ય કરતાં આગળના ક્રમે છે. સાથે જ એ પણ જાણી લઇએ કે કંપનીને લઇને બ્રોકર્સનો મત શું છે. તમે જોઇ શકો છો કે બ્રોકર્સનું શું કહેવું છે.

મની9ની સલાહ

રાજકીય અનિશ્ચિતતા, મોંઘવારી દરો વધવાથી બેંકો અને NBFCના શેરોમાં ઘણો ઘટાડો આવ્યો છે. નાણાકીય સલાહકારના મતે લાંબાગાળાના દ્રષ્ટિકોણથી શેરમા ધીમે-ધીમે ખરીદીની રણનીતિ બનાવો.

Next Video