MONEY9: ગેસના વધતા ભાવ વચ્ચે CNG કાર ખરીદવી જોઇએ ?

|

Jun 26, 2022 | 6:19 AM

છેલ્લા બે મહિનામાં CNG ની કિંમતમાં 13 વખત વધારો થયો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું CNG કાર ચલાવવી હવે ફાયદાકારક છે કે કેમ? CNG કાર ચલાવવી અત્યારે કેટલું પ્રેક્ટિકલ છે?

MONEY9: હાલના સમયમાં એકબાજુ જ્યાં પેટ્રોલ (PETROL) અને ડીઝલ (DIESEL) સસ્તા થયા છે, તો બીજી બાજુ CNG મોંઘો થઇ ગયો છે. સરકારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ કારણે લાંબા સમય બાદ બન્ને ફ્યૂઅલની કિંમત પર લોકોને રાહત મળી છે. આનાથી ઉલટું CNG ની કિંમત વધી છે. દિલ્હી-એનસીઆરમાં CNGનો ભાવ 76 રૂપિયાથી વધીને 84 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે.

બીજી તરફ પેટ્રોલની કિંમત અંદાજે 97 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત લગભગ 90 રૂપિયા પ્રતિ લીટર છે. દેશના બાકીના ભાગમાં પણ મોટાભાગે આવી જ હાલત છે. આ જ કારણ છે કે પેટ્રોલ-ડીઝલ અને CNGની કિંમતમાં હવે વધારે અંતર નથી રહી ગયું. હવે વાત કરીએ માઇલેજની તો અલગ-અલગ મૉડલના હિસાબે કારની માઇલેજમાં અંતર આવે છે.

આ અંતર કારના મૉડલ ઉપરાંત, તેના એન્જિન અને લોકોની કાર ચલાવવાની રીતના હિસાબે નક્કી થાય છે. પરંતુ સામાન્ય એવરેજ આંકડા જોઇએ તો સ્થિતિ કંઇક આવી નીકળે છે. એક તરફ જ્યાં CNG કાર

 21 થી 24 કિલોમીટર પ્રતિ કિલોની માઇલેજ આપે છે, તો બીજી તરફ પેટ્રોલ કાર અંદાજે 15 થી 17 કિલોમીટર પ્રતિ લીટર અને ડીઝલ કાર 17 થી 20 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. તો અહીં પણ વધારે અંતર નથી.

છેલ્લા બે મહિનામાં CNGની કિંમતમાં અંદાજે 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કિંમતોમાં 13 વખત વધારો થયો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું CNG કાર ચલાવવી હવે ફાયદાનો સોદો રહી ગયો છે, CNG કાર ચલાવવી અત્યારે કેટલું પ્રેક્ટિકલ છે.

મોહન પણ CNG કાર સાથે જોડાયેલી આ જ પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યો છે. મોહને પણ એક વર્ષ પહેલાં CNG કાર ખરીદી હતી. આ કાર પેટ્રોલ-ડીઝલ કારની તુલનામાં એક લાખ રૂપિયા વધારે મોંઘી પડી હતી. ત્યારે CNG અંદાજે 42 રૂપિયા પ્રતિ કિલો પર મળી રહ્યો હતો. જ્યાં સુધી CNG સસ્તો હતો ત્યાં સુધી મામલો ઠીક હતો. પરંતુ હવે CNGની મોંઘવારી મોહનને પીડા આપી રહી છે.

CNG કાર સાથે જોડાયેલા જરૂરી પાસાઓની વાત કરીએ તો આની સાથે તમારે ઘણાં કૉમ્પ્રોમાઇઝ પણ કરવા પડે છે. જેવા કે તમારી કારની ડીક્કીની સ્પેસ ઓછી રહે છે.

CNG કારના ગેરફાયદા

CNG એન્જિન પર પણ અસર કરે છે. એટલે કે તમારી કારની લાઇફ ઘટી જાય છે. આ ઉપરાંત, CNG ગાડીની પિક-અપ પણ ઓછી રહે છે..કારમાં વધારે લોકો બેસે છે તો તેનો પાવર ઘટી જાય છે.

CNG કારનો ઇન્સ્યૉરન્સ ખર્ચ પણ વધી જાય છે. એવરેજ ખર્ચ જોઇએ તો ઇન્સ્યૉરન્સનું પ્રીમિયમ 1,500 થી 2,000 રૂપિયા મોંઘું થઇ જાય છે. CNG કાર સાથે જોડાયેલી વધુ એક મહત્વની વાત…CNG કિટ રેગ્યુલર ચેક કરવી પડે છે, તેનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. ફ્યુઅલ લીકેજ ન થાય, તેનાથી બચવા માટે સિલિન્ડર અને ફ્યૂઅલ લાઇન્સની મેન્ટેનન્સ કરવાની જરૂર પડે છે.

CNG ફ્યૂઅલ લોંગ ટર્મમાં કારના પર્ફોર્મન્સ પર અસર કરે છે. પાવર આઉટપુટ ઉપરાંત, આનાથી ટોર્ક ઘટી જાય છે અને શરૂઆતી એક્સલરેશનમાં પણ મુશ્કેલી આવે છે.

CNG કારના ફાયદા

હવે વાત કરીએ CNG કાર સાથે જોડાયેલા કેટલાક ફાયદાની તો આની સાથે જોડાયેલો સૌથી મોટો ફાયદો એ કે તેનાથી પ્રદુષણ ઓછું થાય છે.

CNG એટલે કે કૉમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (Compressed Natural Gas) એક ગ્રીન ફ્યૂઅલ છે, તેનાથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અત્યારે CNGની કિંમત ભલે આકાશને આંબી રહી હોય પરંતુ જાણકારોનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત થતા કિમતો પાછી ઘટી શકે છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલ વધારે સસ્તા નહીં થાય. ત્યારે લોંગ ટર્મનું વિચારીને CNG કાર ખરીદવામાં કંઇ ખોટું નથી. પંરતુ પેટ્રોલ-ડીઝલ કારમાં જો અત્યારે CNG કિટ લગાવવા અંગે વિચારી રહ્યા છો તો પ્લાન અત્યારે ટાળી દેવો જોઇએ.

CNG કાર સાથે જોડાયલી ટિપ્સ

  • પેટ્રોલ કે ડીઝલ કારમાં CNG કિટ લગાવવા માંગો છો તો કિટ અને ઇન્સ્ટૉલેશનનું ધ્યાન રાખો. ઑથોરાઇઝ્ડ સેલર પાસેથી જ કિટ ખરીદો અને કોઇ એક્સપર્ટ મિકેનિક પાસેથી જ તેને ઇન્સ્ટોલ કરાવો. એ વાતનું પણ ધ્યાન રાખો કે ઇન્સ્ટૉલેશનમાં સારી ક્વોલિટીના જ પાર્ટ્સ લગાવેલા હોય.
  • સામાન્ય રીતે CNG સિલિન્ડર 15 થી 20 વર્ષ ચાલે છે. પરંતુ સેફ્ટી માટે માટે તમારે નિયમિત રીતે તમારે આનું હાઇડ્રો ટેસ્ટિંગ કરાવતા રહેવું પડશે. આનાથી તમે તમારા સિલિન્ડરના હેલ્થને લઇને શ્યોર રહેશો.
  • બધી પેટ્રોલ અને ડીઝલ કાર CNG ફ્યૂઅલ સિસ્ટમની સાથે કૉમ્પ્ટિબલ નથી હોતી. રજિસ્ટ્રીંગ ઑથોરિટી (Registering Authority) ની  ‘CNG Approved’ યાદીમાં સામેલ કારોમાં જ CNG કિટ લગાવી શકાય છે. એટલે ભવિષ્ય અંગે વિચારીને પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદી રહ્યાં છો તો એ વાતની પહેલેથી તપાસ કરી લો.
Next Video