MONEY9: જાણો કયા ફંડમાં છે ઓછું જોખમ, વધારે રિટર્ન

|

Jun 27, 2022 | 2:09 PM

ઓછું જોખમ અને વધુ રિટર્ન. આવું કોને ન ગમે? આ માટે તમારે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ (HYBRID MUTUAL FUND)માં રોકાણ કરવું જોઇએ. આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે.

MONEY9: ઓછું જોખમ (RISK) અને વધુ રિટર્ન (RETURN). આવું કોને ન ગમે? આ માટે તમારે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ (HYBRID MUTUAL FUND) માં રોકાણ કરવું જોઇએ. આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં 65 થી 100% અને ડેટમાં 0 થી 35% સુધી રોકાણ કરે છે આ ફંડ.

ઉદાહરણ સાથે જોઇએ તો, સૂરતના રહેવાસી પ્રિયાંશુની હમણાં જ નોકરી લાગી છે. ઉંમર વધારે નથી પરંતુ પ્રિયાંશુ અત્યારથી જ દૂરનું વિચારી રહ્યાં છે. દૂરનો મતલબ…રિટાયરમેન્ટ પછીનું જીવન કેવી રીતે પસાર કરવું…હવે પ્રિયાંશુ આટલુ દૂરનું વિચારી રહ્યાં છે તો પૈસા પણ અત્યારથી જ ભેગા કરવા પડશે.

આ રીતે વિચાર કરતાં તેમને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ સૌથી સારું રહેશે. પરંતુ, કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી શકાય? આટલી બધી જાતના ફંડ, આટલી બધી કેટેગરીઝ..પ્રિયાંશુને એ પણ ખબર છે કે ઇન્વેસ્ટમેન્ટની આ સફરમાં એક પણ ભુલ તેમને ઘણાં વર્ષો પાછળ ધકેલી શકે છે. ઇક્વિટી ફંડમાં ગ્રોથ તો ઝડપી છે પરંતુ રિસ્ક પણ એટલું જ મોટું છે.

પ્રિયાંશુ મુંઝવણમાં મુકાઇ ગયા છે. હવે તો સેલેરી પણ આવી ગઇ છે. રિસર્ચ અને ફિલ્ટર કરતાં-કરતાં પ્રિયાંશુ જઇ પહોંચ્યા ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પર. અહીં કંઇક જમાવટ થતી દેખાઇ રહી હતી. તો છેવટે શું હોય છે આ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ?

પ્રિયાંશુએ હવે તેના મૂળ સુધી પહોંચવાનો નિર્ણય કરી લીધો…તેમને ખબર પડી કે તેને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે.

ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ

આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે પરંતુ શું પ્રિયાંશુ માટે યોગ્ય છે આ ફંડ? DAAF  એક રીતે  તો પ્રિયાંશુ માટે ફિટ બેસે છે કારણ કે તેમાં જોખમ ઓછું છે. બીજી વાત પ્રિયાંશુના મનમાં એ આવી છે કે આ ફંડ પોતે ક્યાં પૈસા લગાવે છે?

તપાસ કરી તો ખબર પડી કે ઇક્વિટીમાં 65 થી 100% અને ડેટમાં 0 થી 35% સુધી રોકાણ કરે છે આ ફંડ.

પ્રિયાંશુએ વિચાર્યું કે આ મિક્સ તો સુંદર છે ભાઇ... પછી સવાલ આવ્યો કે ફંડ મેનેજર શું સ્ટ્રેટેજી અપનાવે છે? પહેલા તો ફંડના રોકાણના ટાર્ગેટ હોય છે…ફંડ મેનેજર માર્કેટ રિસર્ચ અને એનાલિસિસના આધારે ઇક્વિટી કે ડેટમાં રોકાણની ફેરબદલી કરે છે. એટલે કે નીચું વેલ્યૂએશન હોય તો શેરમાં વધુ રોકાણ અને ઊંચા વેલ્યૂએશન પર ઇક્વિટી રોકાણ ઘટાડવું…બસ આ જ છે આ ફંડ્સની અસરકારક સ્ટ્રેટેજી

તો તેમાં જોખમ ઓછું કેવી રીતે છે. ?? આ સવાલ પ્રિયાંશુ માટે સૌથી જરૂરી છે.

તો  હોય છે એવું કે આ ફંડ પોતાના ડાયનેમિક એલોકેશનથી તમને બજારના જોખમથી બચાવે છે. ફાયદો એ છે કે તમારુ જોખમ પણ ઘટી જાય છે. અને સારૂ રિટર્ન મળવાની આશા પણ વધી જાય છે.

નિષ્ણાતનો મત

વેંચુરા સિક્યુરિટીઝના ડાયરેક્ટર જુજેર ગાબાજીવાલા કહે છે કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ કન્ઝર્વેટિવ રોકાણકારો માટે યોગ્ય છે. તેનાથી ડાયનેમિક એલોકેશનના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. શેર બજારમાં ઘટાડાના સમયમાં આવા ફંડ પ્યોર ઇક્વિટી ફંડની સરખામણીમાં ઓછો ઘટાડો દર્શાવે છે, કારણ કે તે ડેટમાં પણ રોકાણ કરે છે અને આર્બિટ્રેજનો ફાયદો ઉઠાવે છે. એટલે મૂડીના વધારા સાથે જ આ ફંડ રોકાણકારના મુળ ધનને બચાવવાની પણ કોશિશ કરે છે.   

મની9ની સલાહ

જો તમે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં પૈસા લગાવવા માંગો છો તો ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે રોકાણ કરવું જોઇએ. જેનાથી તમારી એસેટ બજારના ઉતારચઢાવનો સામનો કરી શકશે. અને એક સમય બાદ તમને સારુ રિટર્ન પણ મળી જશે. આ ફંડ ઇક્વિટીમાં રોકાણ કરે છે. એટલે એવા રોકાણકારો માટે પણ સારૂં છે જે ઓછાથી મધ્યમ સુધી જોખમ લેવા તૈયાર છે

Next Video