MONEY9: સારા શેરની પસંદગી કેવી રીતે કરશો?

|

Jun 28, 2022 | 4:06 PM

ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દર, કોમોડિટી કિંમતોમાં ફેરફાર જેવા પેરામીટર એવા માઇક્રો-ઇકોનોમિક ફેક્ટર હોય છે જેનાથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.

MONEY9: ઘરેલુ અને વૈશ્વિક જીડીપી (GDP) ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી (INFLATION), વ્યાજ દર (INTEREST RATE), કોમોડિટી કિંમતોમાં ફેરફાર જેવા પેરામીટર એવા માઇક્રો-ઇકોનોમિક ફેક્ટર હોય છે જેનાથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.

ઉદાહરણ સાથે જોઇએ તો, ગાઝિયાબાદની પ્રીતિ ચંદેલ એક આઇટી કંપનીમાં જોબ કરે છે, તે યુવા અને સિંગલ છે. એટલે તેને વધારે ખર્ચો પણ થતો નથી અને પૈસા બચી જાય છે. તો પ્રીતિએ આ બચતના પૈસાને શેર બજારમાં લગાવવાનું મન બનાવ્યું.

બસ તેણે રિસર્ચ શરૂ કરી દીધું…

પરંતુ મનમાં સૌથી મોટો સવાલ એ છે કે,

સારા શેરની પસંદગી કરવી કેવી રીતે?

આ રિસર્ચ દરમિયાન તેને ટોપ ડાઉન અને બોટમ અપ સ્ટ્રેટેજી અંગે ખબર પડી. પરંતુ તેને કંઇ ખાસ ખબર ન પડી કે છેવટે આ શું હોય છે. તેથી તેણે એક ફાઇનાન્સિયલ એડવાઇઝર સાર્થક જૈન સાથે વાત કરી. સાર્થકે તેને જણાવ્યું કે આ રણનીતિ શું હોય છે અને તે કેટલા કામમાં આવે છે?

તો વાત એમ છે કે શેર ખરીદવાનું સરળ નથી. પરંતુ, આ સ્ટ્રેટેજી તમને શેરની પસંદગી કરવામાં મદદ કરે છે. આના માટે મોટાભાગે બે પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે… એક છે ટૉપ ડાઉન અને બીજું બૉટમ અપ..

ટૉપ ડાઉન એપ્રોચ શું હોય છે?

ટૉપ ડાઉન એપ્રોચમાં એમ માનીને ચાલવામાં આવે છે કે એક ખાસ ઇકોનોમિક સાયકલ દરમિયાન કેટલાક સેક્ટર સારુ પ્રદર્શન કરશે. ઉદાહરણ તરીકે જ્યારે અર્થવ્યવસ્થા મજબૂત હોય તો બેંકોના સારા પ્રદર્શનની આશા હોય છે. આ જ રીતે ઓછા વ્યાજ દરોના માહોલમાં એવા સેક્ટર ઝડપથી પ્રગતિ કરી શકે છે જેમાં મોટી સંખ્યામાં મુડીખર્ચની જરૂર પડે છે. આ જ રીતે એવા સેકટર્સની ઓળખ કરવામાં મદદ મળે છે, જેને એક ખાસ ઇકોનોમિક સાયકલમાં નફાની આશા હોય છે.

ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દર, કોમોડિટી કિંમતોમાં ફેરફાર જેવા પેરામીટર એવા માઇક્રો-ઇકોનોમિક ફેક્ટર હોય છે જેનાથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.

આ રીતે ટૉપ ડાઉન એપ્રોચમાં મોટી તસવીર નજરે પડે છે. પહેલા આના માટે મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સની પસંદગી કરે છે અને ત્યારબાદ એ નક્કી કરે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરશે. ત્યારબાદ છેવટે એવી કંપનીઓની પસંદગી કરે છે જે સારુ પ્રદર્શન કરી શકે છે.

બૉટમ-અપ એપ્રોચ શું હોય છે?

બૉટમ-અપ એપ્રોચમાં એ તર્ક આપવામાં આવે છે કે જો કોઇ ઇન્ડસ્ટ્રી કે સેક્ટર ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે તો જરૂરી નથી કે તે સેક્ટરની બંધી કંપનીઓનું પ્રદર્શન ખરાબ જ હોય. એવી કોઇ કંપની અલગ પ્રકારનો રસ્તો પકડીને સારુ પ્રદર્શન કરી શકે છે.

આ એપ્રોચનો ઉપયોગ કરીને કોઇ કંપનીની પસંદગી માટે ઘણાં વ્યાપક પરીક્ષણની જરૂર પડે છે. તેમાં સૌથી મહત્વનું હોય છે કે કોઇ કંપનીનું મેનેજમેન્ટ કેટલી ક્વોલિટીવાળું છે અને તેની કેપિટલ એફિસિયન્સી કેટલી છે. એટલે કંપની મૂડીનો કેટલી સક્ષમતાથી ઉપયોગ કરી શકે છે.

ઇન્વેસ્ટર્સે કઇ રણનીતિ અપનાવવી જોઇએ?

આવા રોકાણકાર મોટાભાગે બૉટમ-અપ રણનીતિનો ઉપયોગ કરે છે, જેમને કોઇ કંપનીના ફંડામેન્ટલ અંગે ઉંડી સમજ હોય અને જે શેરનું ટ્રેડિંગ નથી કરતા પરંતુ તેને હોલ્ડ કરે છે.

ટૉપ-ડાઉન કે બૉટમ-અપ બન્ને પ્રકારની રણનીતિના પોતાના ફાયદા અને નુકસાન છે. ટોપ-ડાઉન એપ્રોચથી કોઇ દેશના રોકાણ વાતાવરણ અંગે વધુ મોટી અને વ્યાપક તસવીર મળે છે. તો બૉટમ-અપ એપ્રોચ એવી અલગ-અલગ કંપનીઓની ઓળખ કરવામાં મદદ મળે છે જેની અંદર ગ્રોથની સારી સંભાવના હોય છે અને જેનું વેલ્યૂએશન સારુ હોય છે. દરેક અભિગમના ઘણા પાસાઓ છે જે કેટલાક રોકાણકારો માટે યોગ્ય હોય છે તો અન્ય લોકો માટે અયોગ્ય...

આને ધ્યાનમાં લેતાં મોટાભાગના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ મિશ્ર રણનીતિ અપનાવવાની સલાહ આપે છે.

નિષ્ણાતનો મત

CFP અને Investography (ઇન્વેસ્ટોગ્રાફી)નાં ફાઉન્ડર શ્વેતા જૈન પણ બૉટમ-અપ રણનીતિને સારી માને છે. તે કહે છે કે એવી કંપનીઓની પસંદગી કરો જે સારી હોય, સારી પ્રોડક્ટ બનાવી રહી હોય, સારો નફો કમાઇ રહી હોય અને ત્યારબાદ એ જુઓ કે પોતાના સેક્ટરમાં તેની શું પોઝિશન છે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે તમે સેક્ટર માટે કોઇપણ પ્રકારના દબાણ વગર સારી કંપનીઓની પસંદગી કરી શકો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે પર્યાપ્ત ડાયવર્સિફિકેશન થાય અને કોઇપણ એક સેક્ટરમાં વધુ રોકાણ ન કરો 

મની9ની સલાહ

તો રોકાણકારો માટે એ જ સલાહ છે કે કોઇપણ પ્રકારની નાણાકીય પસંદગી કરતાં પહેલાં સમજદારી એમાં છે કે પોતાની પસંદગીના એપ્રોચ અંગે કેટલીક હદ સુધી સંતુલન જાળવી રાખો. જો તમે એ નથી સમજી શકતા કે કોઇ શેરની પસંદગીમાં કયો એપ્રોચ અપનાવવો તો કોઇ નાણાકીય સલાહકારની મદદ લઇ શકો છો.

Next Video