MONEY9: વિદેશ ફરવા જાઓ તો કેટલી રોકડ હાથમાં રાખી શકો?

|

May 16, 2022 | 3:55 PM

દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી કેશમાં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.

કોરોના આવ્યો અને તેણે આખી દુનિયાની ગતિને જાણે કે થંભાવી દીધી. કોઇના સપના તૂટ્યા તો કોઇએ સ્વજનો ગુમાવ્યા. જો કે હવે સમય વિતવાની સાથે સાથે કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધોમાંથી છૂટ મળવા લાગી છે. લાંબા સમય સુધી બંધ રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી ચાલુ થઇ ગઇ છે. આવા સંજોગોમાં જો તમે ફૉરેન ટ્રિપ્સ (FOREIGN TRIP)નો પ્લાન કરી રહ્યાં છો તો તમને એ વાતની ખબર હોવી જોઇએ કે દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો  રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી (INDIAN CURRENCY) કેશ (CASH)માં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.

આ ઉપરાંત, વિદેશથી પાછા ફરતી વખતે પણ તમારી પાસે ભારતીય રૂપિયામાં વધેલી કેશ એક ચોક્કસ મર્યાદા સુધી જ હોવી જોઇએ. રિઝર્વ બેંકના નિયમો અનુસાર વિદેશ જતી વખતે અને વિદેશથી પાછા ફરતી વખતે તમે મહત્તમ 25 હજાર રૂપિયા જ સાથે રાખી શકો છો. જો તમે વિદેશ જઇ રહ્યા છો તો તમારી પાસે જે દેશમાં જઇ રહ્યાં છો ત્યાંની કરન્સી હોવી જોઇએ. તમે ક્યાં તો પહેલેથી જ ભારતીય રૂપિયાને વિદેશી કરન્સીમાં કન્વર્ટ કરીને વિદેશી ભ્રમણ પર નીકળી શકો છો કે પછી વિદેશ જઇને ત્યાંની કરન્સી એક્સચેન્જ કરી શકો છો.

ઉદાહરણ તરીકે જો તમે અમેરિકા જઇ રહ્યાં છો તો તમે તમારા ભારતીય રૂપિયાને એક્સચેન્જ કરીને અમેરિકી ડૉલર ખરીદશો. આને જ વિદેશી ચલણની ખરીદી કે ફૉરેન એક્સચેન્જ કહે છે. રિઝર્વ બેંકના નિયમો હેઠળ તમે વિદેશ જતાં પહેલા દરેક યાત્રા માટે 3000 ડૉલર સુધીની વિદેશી મુદ્રા જ ખરીદી શકો છો. બાકીની રકમ વેલ્યૂ કાર્ડ્સ, ટ્રાવેલર્સ ચેક કે બેંકર્સ ડ્રાફ્ટ તરીકે રાખી શકાય છે.

એકવાત જે મહત્વની છે તે એ કે આ લિમિટ કેટલાક દેશો સિવાય દુનિયાના મોટાભાગના દેશોની યાત્રા પર લાગૂ પડે છે. આ દેશોમાં નેપાળ, ભૂટાન, લીબિયા, ઇરાક, રશિયા સહિત અન્ય દેશો સામેલ છે. ભારત આવતી વખતે તમારી પાસે વિદેશી કરન્સી રાખવાની કોઇ લિમિટ નથી. પરંતુ કરન્સી વેલ્યૂ 5000 ડૉલર અને કુલ ફૉરેન એક્સચેન્જ 10 હજાર ડૉલરથી વધારે થશે તો તમારે ડિક્લેરેશન ફાઇલ કરવું પડશે. તો હજ કે ઉમરા માટે જઇ રહેલા ભારતીય નાગરિક 2,50,000 ડૉલર કેશ રાખી શકે છે કે પછી હજ કમિટી જે લિમિટ નક્કી કરે તે તેમના માટે માન્ય રહેશે.

એક બીજી વાત, વિદેશ યાત્રા માટે ફૉરેન કરન્સી 50,000 રૂપિયાથી ઓછી રોકડ આપીને જ ખરીદી શકાય છે. એટલું જ નહીં, આ ખરીદી પણ કોઇ અધિકૃત વ્યક્તિ પાસેથી જ કરી શકાય છે. જો 50,000 રૂપિયાથી વધુની ખરીદી કરી તો પૂરુ પેમેન્ટ ક્રોસ્ડ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ કે પ્રીપેડ કાર્ડ દ્વારા જ કરવું પડશે.

મની9ની ટિપ્સ

  1. વિદેશ યાત્રા પર જતી વખતે તમારી બેગ પહેલેથી જ ફુલ હોય છે. પાછા ફરતી વખતે બેગ વધારે ભારે થઇ જાય છે અને બેગ ભારે થવી પણ સ્વાભાવિક છે. કારણ કે તમે વિદેશ પ્રવાસમાં ઘણુંબધુ શોપિંગ કરો છો. રિટર્નમાં એરપોર્ટ પર એરલાઇન તમારી પાસેથી એકસ્ટ્રા લગેજના પૈસા વસૂલે છે. આનાથી બચવું હોય તો તમે વિદેશોમાં જે દુકાનોથી શૉપિંગ કરો છો તેમાંથી ઘણી દુકાનો ઇન્ટરનેશનલ ડિલીવરી પણ કરે છે અને તેની કૉસ્ટ સામાનની કિંમતમાં સામેલ થાય છે. તો તમે બેગમાં સામાન ભરવાના બદલે સીધા ઘરે જ તેની ડિલીવરી કરાવો અને એકસ્ટ્રા લગેજના પૈસા પણ બચાવો.
  2. તમે પહેલેથી જ ફૉરેન કરન્સી રાખી શકો છો. યાદ રાખો, ક્યારેય એરપોર્ટ પર એક્સચેન્જ ન કરો. એરપોર્ટ પર કરન્સી ખરીદવા કે વેચવા પર 5 થી 10 ટકાની ફી ચૂકવવી પડશે. તમે ફૉરેન કરન્સી ડીલર્સ, બેંક કે ઑનલાઇન સેલર પાસેથી લઇ શકો છો. ડીલર મોટાભાગે 3.5 ટકા, બેંક અંદાજે 2.5 ટકા અને ઑનલાઇન સેલર અડધો ટકા ફી વસૂલ કરે છે. આ ફી બચાવો અને વિદેશમાં ખાવા-પીવા અને હરવા-ફરવા પર ખર્ચ કરો.
  3. સસ્તાના ચક્કરમાં બેકાર ટ્રાવેલ ઇન્સ્યૉરન્સ પ્લાન ન લો. વિદેશ યાત્રા માટે ટ્રાવેલ ઇન્સ્યૉરન્સ લેવો અનિવાર્ય હોય છે. અલગ-અલગ ઇન્સ્યૉરન્સ પ્લાન કમ્પેર કરો અને પોતાની જરૂરિયાત અનુસાર કોઇ સારો પ્લાન લો જેથી વિદેશમાં તમારી કોઇ વસ્તુની ચોરી થાય તો ચોરી થયેલી ચીજોને ફરી ખરીદવાના ખર્ચની ચિંતાથી તમે મુક્ત રહી શકો.
Next Video