The statue of Equality : કેવી રીતે આવ્યો આ ભવ્ય મૂર્તિ બનાવવાનો વિચાર ? શું છે મૂર્તિ સાથે 9ના આંકનો સંયોગ ?

|

Feb 03, 2022 | 9:46 PM

સંત ચિન્ના જીયર સ્વામીના મહાસંકલ્પ બાદ 2014માં આ મૂર્તિના નિર્માણ કાર્યની શરૂઆત થઇ. સંત ચિન્ના જીયર સ્વામીની દેખરેખમાં આ પ્રોજક્ટ ઉપર અત્યાર સુધી 1400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની (Ramanujacharya) પ્રતિમાનું અનાવરણ કરશે, જેના માટે વડાપ્રધાન શનિવારે જ હૈદરાબાદ પહોંચશે અને બપોરે 2.45 કલાકે ઈન્ટરનેશનલ કોર્પ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (International Corps Research Institute for Semi-Arid Tropics) ખાતે હાજરી આપશે.  અહીં બપોરે 2.45 વાગ્યે હશે. ICRISAT કેમ્પસની મુલાકાત લેશે. આ પછી, સાંજે 5 વાગ્યે, સમાનતાની પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવશે.

સંત ચિન્ના જીયર સ્વામીના મહાસંકલ્પ બાદ 2014માં આ મૂર્તિના નિર્માણ કાર્યની શરૂઆત થઇ. સંત ચિન્ના જીયર સ્વામીની દેખરેખમાં આ પ્રોજક્ટ ઉપર અત્યાર સુધી 1400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. મૂર્તિ સાથે 9ના આંકનો જે સંયોગ અને પ્રયોગ છે એ ખૂબ અદભૂત છે જેને તમે ઉપરોક્ત વીડિયોમાં જોઇ શકો છો.

The statue of Equality ની વિશેષતા

11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં 216 ફૂટ ઊંચી સમાનતાની પ્રતિમા બનાવવામાં આવી છે, જેમણે આસ્થા, જાતિ સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા 1800 ટનની છે. જેમાં પંચ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ પંચ ધાતુમાં સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનો સમાવેશ થાય છે. મૂર્તિ અને સમગ્ર મંદિર પરિસરની કલ્પના ત્રિદંડી શ્રી ચિન્ના જયાર સ્વામી (Chinna Jayar Swami) દ્વારા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો –

Statue Of Equality: PM મોદી 5 ફેબ્રુઆરીએ સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ પણ વાંચો –

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે, 12.5 લાખ કરોડનું લક્ષ્ય શક્ય: CBDT ચેરમેન

આ પણ વાંચો –

શું સુરતમાં થશે નવાજુની ? વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના 3 નગરસેવકોને તોડવાનો AAP નો આક્ષેપ

Published On - 9:40 pm, Thu, 3 February 22

Next Video