G20 Summit 2023 : G-20ના સફળ આયોજન પર અમિત શાહનું ટ્વીટ, વડાપ્રધાન મોદીને આપ્યા અભિનંદન, જુઓ Video

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે, પીએમ મોદીએ જે વિઝન જોયું તે સફળ થયું છે. 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય'થી વિશ્વાસનો સેતુ બંધાયો છે. નવી દિલ્લી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવાની વાત હોય કે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની વાત હોય, જી-20 સમિટે 'એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય'ના મોદીજીના વિઝનને સાકાર કરતા ભૌગોલિક રાજકીય ક્ષેત્રો વચ્ચે વિશ્વાસના સેતુ બાંધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:59 PM

G20 Summit 2023 : ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ (G20 Summit) સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જોઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર્યું અને અંતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને G20નું પ્રમુખપદ સોંપ્યું હતું. ત્યારે G20ના સફળ આયોજન બદલ ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો G20 Summit 2023: G20 રાત્રિભોજનમાં વિશ્વએ જોઈ ભારતના સંગીત વારસાની ઝલક, ‘ગંધર્વ અતોદ્યમ’ હતું મુખ્ય આકર્ષણ

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે, પીએમ મોદીએ જે વિઝન જોયું તે સફળ થયું છે. ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’થી વિશ્વાસનો સેતુ બંધાયો છે. નવી દિલ્લી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવાની વાત હોય કે આફ્રિકન યુનિયનને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની વાત હોય, જી-20 સમિટે ‘એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય’ના મોદીજીના વિઝનને સાકાર કરતા ભૌગોલિક રાજકીય ક્ષેત્રો વચ્ચે વિશ્વાસના સેતુ બાંધ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us: