કોંગ્રેસના સ્વભાવમાં જ ભ્રષ્ટાચાર…ધીરજ સાહુના ઘરેથી બેનામી સંપત્તિ જપ્ત થવા પર અમિત શાહના આકરા પ્રહાર

કોંગ્રેસના સ્વભાવમાં જ ભ્રષ્ટાચાર…ધીરજ સાહુના ઘરેથી બેનામી સંપત્તિ જપ્ત થવા પર અમિત શાહના આકરા પ્રહાર

| Updated on: Dec 10, 2023 | 10:28 PM

પટનામાં અમિત શાહે કહ્યું કે, આઝાદી બાદ કોઈપણ સાંસદના ઘરેથી આટલી મોટી રોકડ રકમ મળી આવી છે. પરંતુ સમગ્ર I.N.D.I.A.ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. હું સમજું છું કે આ કોંગ્રેસનો સ્વભાવ છે. કારણ કે ભ્રષ્ટાચાર તેમના સ્વભાવમાં છે, પરંતુ JDU, RJD, DMK અને SP બધા ચૂપ બેઠા છે.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરેથી અત્યાર સુધીમાં રૂ.300 કરોડથી વધુની રોકડ મળી આવી છે. તેમના ઘરે રોકડની ગણતરી ચાલી રહી છે. રોકડ ગણતરી માટે મશીનો પણ લગાવવામાં આવ્યા છે. ભાજપે કોંગ્રેસ સાંસદ પર તેમના ઘરેથી રોકડ જપ્ત થવા પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ મુદ્દાને જનતા સુધી લઈ જવાની વાત કરી હતી.

આ પણ વાંચો કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી 300 કરોડથી વધુની બેનામી રોકડ, જાણો આ જપ્ત કરાયેલા નાણાંનું શું થાય છે

પટનામાં અમિત શાહે કહ્યું કે, આઝાદી બાદ કોઈપણ સાંસદના ઘરેથી આટલી મોટી રોકડ રકમ મળી આવી છે. પરંતુ સમગ્ર I.N.D.I.A.ગઠબંધન આ ભ્રષ્ટાચાર પર મૌન છે. હું સમજું છું કે આ કોંગ્રેસનો સ્વભાવ છે. કારણ કે ભ્રષ્ટાચાર તેમના સ્વભાવમાં છે, પરંતુ JDU, RJD, DMK અને SP બધા ચૂપ બેઠા છે. હવે મને સમજાયું કે પીએમ મોદી વિરુદ્ધ અભિયાન કેમ ચલાવવામાં આવ્યું કે એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેમના મનમાં એવો ડર હતો કે તેમના ભ્રષ્ટાચારના તમામ રહસ્યો ખુલી જશે. રાહુલ ગાંધીથી લઈને ઈન્ડિયા એલાયન્સના તમામ નેતાઓએ આ મુદ્દે જવાબ આપવો જોઈએ. અમે આ મુદ્દાને લોકો સુધી લઈ જઈશું.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.