MONEY9: સુપર ટૉપ-અપ: હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઓછા પ્રીમિયમમાં વધુ કવરેજ

|

Jun 21, 2022 | 5:36 PM

મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી. આવા સંજોગોમાં સુપર ટૉપઅપ પૉલિસી તમારા ઘણાં કામમાં આવી શકે છે.

MONEY9: મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ (HEALTH INSURANCE) કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર (COVER) ખરીદવું દરેક માટે રમતની વાત નથી. આવા સંજોગોમાં સુપર ટૉપઅપ  (TOP UP) પૉલિસી તમારા ઘણાં કામમાં આવી શકે છે. આ તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપશે.

ઉદાહરણ સાથે જોઇએ તો, સુપ્રિયા જ્યારે પણ તેના કોઇ ઓળખીતાને હોસ્પિટલમાં ભરતી કર્યાના સમાચાર સાંભળતી તો ઉદાસ થઇ જતી. હોસ્પિટલનો ભારે ભરખમ ખર્ચ તેને ડરાવી નાંખે છે. કોને ખબર.. ક્યારેક તેમના પરિવાર પર પણ આવી મુસીબત આવી જાય..!

પરિવારમાં એકલી કમાતી સુપ્રિયાની આવક એટલી નહોતી કે તે હેલ્થ ઇન્સ્યૉરન્સ માટે વધારે ખર્ચ કરી શકે. સુપ્રિયાને તેની કંપની તરફથી 5 લાખ રૂપિયાનો ફેમિલી ફ્લૉટર પ્લાન મળ્યો હતો. પરંતુ તે જાણતી હતી કે આટલી મોંઘવારીમાં તે પૂરતો નથી. સુપ્રિયા જેવા લાખો લોકોની મદદ સુપર ટૉપ-અપ હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસી કરી શકે છે. તો આવો જાણીએ કે શું છે સુપર ટૉપઅપ?

પ્રો મોરનાં કો-ફાઉન્ડર નિશા સંઘવી કહે છે કે સુપર ટૉપઅપ પૉલિસીઝ ઓછી કિંમતમાં વધારે કવરેજ પ્રદાન કરે છે. મોટાભાગની ઇન્સ્યૉરન્સ કંપનીઓ સુપર ટૉપઅપ પૉલિસીઝ ઓફર કરે છે. જેનાથી તમને તમારા હાલના હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર ઉપરાંત વધારાનું કવરેજ મળે છે. ઇલાજનો ખર્ચ જ્યારે વધી જાય છે તો આ પૉલિસી તે વધારાના ખર્ચને કવર કરે છે. સંઘવી જણાવે છે કે ગ્રાહકોએ બેઝિક અને સુપર ટોપઅપ પૉલિસી એક જ કંપની પાસેથી લેવી જોઇએ. હવે તેનાથી શું ફાયદો થશે

શું હોય છે સુપર ટૉપ-અપ…?

સુપર ટૉપઅપ એક પ્રકારનું એક્સટેન્શન છે. જેને તમે તમારા હાલના કે નવા બેઝિક હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પર ખરીદો છો. જ્યારે તમારા બેઝ પ્લાનની રકમ સમાપ્ત થઇ જાય છે ત્યારે સુપર ટૉપઅપનું કવરેજ શરૂ થાય છે. એટલે કે આ બીજું લેયર છે જેને તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સને આપો છો. જે કંપની પાસેથી તમે બેઝિક પ્લાન ખરીદ્યો છે તે અથવા કોઇ બીજી કંપની પાસેથી તમે સુપર ટૉપઅપ ખરીદી શકો છો. તો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ..

હવે માની લો કે તમારી પાસે એક જ કંપનીની 3 લાખના કવરવાળી બેઝિક પૉલિસી અને 2 લાખના કવરવાળી સુપર ટૉપઅપ પૉલિસી છે. અને તમારે 5 લાખનો ક્લેમ કરવો છે તો પૂરા પાંચ લાખની ચુકવણી કેશલેસ થઇ જશે. પરંતુ જો બેઝિક અને સુપર ટૉપઅપ પૉલિસી અલગ-અલગ કંપનીની છે તો સુપર ટૉપઅપ પૉલિસીથી ક્લેમની ચુકવણી તમારે ડિસ્ચાર્જ થયા પછી જરૂરી દસ્તાવેજ જમા કરીને રિએમ્બર્સમેન્ટ દ્વારા લેવી પડશે.

અહીં તમારા મનમાં એવો સવાલ ઉભો થઇ શકે છે કે શું સુપર ટૉપઅપ પૉલિસી લેવા માટે પહેલેથી કોઇ હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસી હોવી જરૂરી છે? તો જવાબ છે.. ના.. જો તમારી પાસે હેલ્થ પૉલિસી નથી તો પણ તમે સુપર ટૉપઅપ પૉલિસી ખરીદી શકો છો. જો કે, આવી સ્થિતિમાં તમારે બેઝિક કવરની લિમિટ સુધીનો ખર્ચ તમારા ખિસ્સામાંથી વહન કરવો પડશે. ત્યારબાદ જ સુપર ટૉપઅપનું કવર શરૂ થશે. એટલે કે બેઝિક હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસી હોવી તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે.

સુપર ટૉપઅપ પૉલિસીમાં તમે સ્વયં, તમારા પતિ કે પત્ની અને બાળકોને કવર કરી શકો છો. તમે ફેમિલી ફ્લોટરના આધારે પણ આ પૉલિસી લઇ શકો છો.

મની9ની સલાહ

  1. ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ માટે સુપર ટૉપઅપ પૉલિસી લો
  2. કંપની તરફથી પ્રાપ્ત વીમા કવરેજને ઘણું વધારી દેશે આ પૉલિસી
  3. ફેમિલી ફ્લોટર બેઝિસ પર પણ લઇ શકો છો આ પૉલિસી
  4. એક જ કંપની પાસેથી બેઝિક અને સુપર ટૉપઅપ લેવો એક સારો વિકલ્પ છે
Next Video