શું તમે પણ બેન્કમાં લોકર લીધુ છે? તો તમારા માટે આ નવા નિયમ જાણવા જરૂરી, જુઓ VIDEO

|

Mar 03, 2023 | 10:34 PM

જો બેન્કની બેજવાબદારી જેમ કે આગ, ચોરી, અથવા બિલ્ડીંગ પડવાના કારણે તમારા લોકરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચે છે તો બેન્ક તમને અથવા તમારા વારસદારને વળતર આપશે. બેન્ક તમને લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી ચૂકવણી કરશે.

આપણે બધા જ લોકો આપણો કિંમતી અને અમૂલ્ય સામાન સુરક્ષિત મુકવા માટે બેન્કમાં લોકર ખોલાવતા હોઈએ છીએ. શું તમે પણ બેન્કમાં લોકર લીધુ છે? જો હા તો તમારા માટે આ નવા નિયમ જાણવા જરૂરી છે. બેન્ક લોકરની સુવિધાથી જોડાયેલા ઘણા નિયમ બદલાઈ ગયા છે. તમે તેની જાણકારી આ અહેવાલમાં વાંચી શકો છો. જેથી તમારે પછતાવવાનો વારો ના આવે. તેમાં SMS એલર્ટથી લઈને વળતર સુધી જોડાયેલા નિયમ સામેલ છે.

પ્રાઈવસીનું રખાશે ધ્યાન

તમને જણાવી દઈએ કે બેન્કમાં લોકરની સુવિધા માટે તમારે એક ફિક્સ ફી આપવી પડે છે. તે અલગ અલગ બેન્કમાં અલગ અલગ હોય શકે છે. ત્યારે બેન્ક લોકરને એક્સેસ કરવા દરમિયાન તમારી પ્રાઈવસીનો પણ પુરો ખ્યાલ રાખવામાં આવે છે. હવે તમે જ્યારે પણ બેન્કમાં પોતાના લોકરને એક્સેસ કરશો, ત્યારે તમારા રજિસ્ટર્ડ ફોન નંબર પર બેન્ક તરફથી એક SMS એલર્ટ જરૂર મોકલવામાં આવે. ત્યારે તમારા ઈમેઈલ પર પણ મેઈલ આવશે.

જો બેન્કની બેજવાબદારી જેમ કે આગ, ચોરી, અથવા બિલ્ડીંગ પડવાના કારણે તમારા લોકરમાં રાખેલા સામાનને નુકસાન પહોંચે છે તો બેન્ક તમને અથવા તમારા વારસદારને વળતર આપશે. બેન્ક તમને લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી ચૂકવણી કરશે.

જો ભૂકંપ, પુર અને વીજળી અને તોફાનના કારણે તમારા લોકરના સામાનને નુકસાન પહોંચે છે તો તેની જવાબદરી બેન્કની રહેશે નહીં. બેંક ગ્રાહકની બેદરકારીની જવાબદારી પણ લેતી નથી.

Next Video