HARYANA : ખટ્ટર સરકારની કેબીનેટનું થશે વિસ્તરણ, મંત્રીપદ માટે આ નેતાઓના નામ ચર્ચામાં

|

Dec 27, 2021 | 10:57 PM

Haryana cabinet expansion : હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારનું આ બીજું કેબિનેટ વિસ્તરણ છે. આ વર્ષની શરૂઆતમાં 14 નવેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

CHANDIGADH : હરિયાણાની મનોહર લાલ ખટ્ટર(manohar lal khattar) સરકારનું કેબિનેટ વિસ્તરણ થવાનું છે. નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ મંગળવારે સાંજે 4 વાગ્યે યોજાનાર છે. એવું માનવામાં આવે છે કે અસંતુષ્ટ ધારાસભ્યોને ખુશ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણાના CMO દ્વારા કેબિનેટ વિસ્તરણની માહિતી આપવામાં આવી છે.

ખટ્ટર કેબિનેટમાં કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવનાર છે તે હાલમાં જાણી શકાયું નથી. હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકારનું આ બીજું કેબિનેટ વિસ્તરણ છે. આ વર્ષની શરૂઆતમાં 14 નવેમ્બરે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

કેબિનેટ વિસ્તરણમાં જે નેતાઓનું નામ ચર્ચામાં છે તેમાં દેવેન્દ્ર સિંહ બાલીનું નામ છે. તેઓ જનનાયક જનતા પાર્ટી (JJP)ના ટોહાના સીટના ધારાસભ્ય છે. આ સિવાય ભાજપ (BJP)ના કોઈ નેતાને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે. ભાજપ દ્વારા જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. તેઓ પંચકુલા સીટથી ધારાસભ્ય છે. આ સિવાય હિસારના ધારાસભ્ય ડૉ.કમલ ગુપ્તાનું નામ પણ ચાલી રહ્યું છે.

2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતી મેળવી શકી નહોતી. ભાજપે જનનાયક જનતા પાર્ટી સાથે ગઠબંધન સરકાર બનાવી. 90 બેઠકોની વિધાનસભામાં ભાજપને પોતાના દમ પર 40 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસ 31 બેઠકો સાથે બીજા નંબરે રહી હતી. જનનાયક જનતા પાર્ટીને 10 બેઠકો મળી હતી. આ રીતે ભાજપ અને જેજેપી પાસે વિધાનસભામાં કુલ 50 બેઠકો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો છે કોરોના, CM ઉદ્ધવે કેબિનેટ બેઠકમાં વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવે’

Next Video