મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો છે કોરોના, CM ઉદ્ધવે કેબિનેટ બેઠકમાં વ્યક્ત કરી ચિંતા, કહ્યું ‘વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવે’

મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યો છે કોરોના, CM ઉદ્ધવે કેબિનેટ બેઠકમાં વ્યક્ત કરી ચિંતા, કહ્યું 'વેક્સીનેશનની ઝડપ વધારવામાં આવે'

મહારાષ્ટ્ર કેબિનેટે સોમવારે રાજ્યમાં કોવિડ-19ના વધતા કેસ અને નવા વેરીઅન્ટ ઓમિક્રોન પર ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણે વધુ સતર્ક રહેવું પડશે અને કડક પગલાં ભરવા પડશે. તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે આગામી એક-બે દિવસમાં ટાસ્ક ફોર્સની બેઠક યોજવી જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 27, 2021 | 10:29 PM

મહારાષ્ટ્ર કેબિનેટે (Maharashtra cabinet) સોમવારે રાજ્યમાં કોવિડ-19ના વધતા કેસ અને નવા વેરીઅન્ટ ઓમિક્રોન (new variant Omicron) પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે રસીકરણની ગતિને ઝડપી બનાવવા અને કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈમાં વિધાન ભવનમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) ડિજિટલ માધ્યમથી આમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણે વધુ સતર્ક રહેવું પડશે અને કડક પગલાં ભરવા પડશે.

તેમણે એ પણ નિર્દેશ આપ્યો કે આગામી એક-બે દિવસમાં ટાસ્ક ફોર્સની બેઠક યોજવી જોઈએ. આ સાથે ઠાકરેએ આ વાઈરસના ફેલાવાને રોકવા માટે સતર્ક રહેવા અને અસરકારક પગલાં લેવાનું સૂચન કર્યું. બેઠકમાં પણ કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. 26 ડિસેમ્બરે રાજ્યમાં કોવિડ-19ની સારવાર હેઠળ 9,813 દર્દીઓ હતા. આના પર મુખ્યમંત્રીએ મંત્રીઓને તેમના ચાર્જ હેઠળના જિલ્લાઓમાં ઝડપથી રસીકરણ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.

આરોગ્ય સચિવે કહ્યું- રસીકરણની ઝડપ વધારવી જોઈએ

સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસે કેબિનેટ સમક્ષ એક પ્રેઝન્ટેશન કર્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. વ્યાસે જણાવ્યું હતું કે રસીકરણની ઝડપ વધારવી એ સમયની જરૂરિયાત છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં એક દિવસમાં રસીના 8 લાખ ડોઝ આપવામાં આવતા હતા, પરંતુ હવે તે ઘટીને 5 લાખ થઈ ગયા છે.

તેમણે કહ્યું કે 8 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 6,200 દર્દીઓ સારવાર હેઠળ હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધીને લગભગ 10 હજાર થઈ ગઈ છે. જ્યારે સંક્રમણ દર 1.06 ટકા નોંધાયો છે. વ્યાસે જણાવ્યું હતું કે 26 ડિસેમ્બરે કોરોના વાઈરસના 1648 નવા કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં 33 નવા કેસ નોંધાયા 

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 809 કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 3 લોકોના મોત થયા છે. શહેરમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા વધીને 4,765 થઈ ગઈ છે. જ્યારે ઓમિક્રોનની વાત કરવામાં આવો તો છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 33 નવા કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો :  આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati