Gujarati Video : અંકલેશ્વરમાં ધંધાકીય હરીફને ભગાડી મુકવા માર મરાયો, જુઓ મારામારીના CCTV VIDEO

|

Mar 14, 2023 | 9:46 AM

Gujarati Video : અંકલેશ્વરમાં ધંધાકીય હરીફાઈમાંથી હરીફને ભગાડી મુકવા માર મારવાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે.બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન(Ankleshwar City A Division)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે(Bharuch Police) સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarati Video : અંકલેશ્વરમાં ધંધાકીય હરીફને ભગાડી મુકવા માર મરાયો, જુઓ મારામારીના CCTV VIDEO

Follow us on

Gujarati Video : અંકલેશ્વરમાં ધંધાકીય હરીફાઈમાંથી હરીફને ભગાડી મુકવા માર મારવાની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ચૌટા નાકા પાસે આવેલ સ્ટેટ બેન્કની સામે સોડાની દુકાનમાં હરીફે દુકાનમાં ધસી આવી દુકાનદારને ધમકાવી માર માર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થી છે. આ મામલે દુકાનદારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોલીસ ફરિયાદ અનુસાર સોમવારે સાંજના છ વાગ્યાના અરશામાં દુકાનદાર ૪૭ વર્ષીય ઝુબેર અબ્દુલ મજીદ મેમન સોંડાની દુકાન પર કામ કરતા અશરફ તથા જાબીર સાથે હાજર હતા તે દરમ્યાન શોપિંગની લાઇનમાં સાગર સોડાની દુકાન ચલાવતા મુદસ્સર શેખ રહે.ભાટવાડ અંકલેશ્વરએ ફોન કરી ધમકી આપી હતી કે “તમે ભાઇ બધીજ બાબતના ધંધામાં હરિફાઈ ના કરો નહીં તો હું પણ કરીશ તો તમને ભારે પડશે” ફોન પર વાતચીત દરમ્યાન મુદસર શેખ ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડવા લગતા દુકાનદારે ફોન કાપી નાખ્યો હતો. આ બાદ મુદસર શેખ આશરે દસેક મિનિટ પછી સોદાની દુકાનમાં આવી ઝગડો કરવા લાગયોહતો જેણે દુકાનદારને તમાચા મારી દુકાનમાં મુકેલ સોડાની સિરપની બોટલો તથા કોચના ગ્લાસ તોડી નાખી દુકાનમાંથી જતા જતા ધંધામાં હરિફાઇ કરીશ તો જાનથી મારી નાખીશ.તેવી ધમકી આપી રવાના થઈ ગયો હતો.

બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ કે કાયદાનો ડર નહીં ?

અસામાજીક પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવાના ઉદ્દેશથી તાજેતરમાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત પ્રિવેન્સન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ભરૂચ પોલીસે કુલ 12 લોકોને જેલ હવાલે કર્યા હતા. આ 12 લોકો દારૂ અને જુગારના કેસોનો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.જેલ ભેગા કરાયેલા લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.  દારૂનું દુષણ અટકાવવા અને ગુનેગારોમાં કાયદાની ધાક બેસાડવા પોલીસે સાગમટે ૧૨ લોકો સામે PASA નું શસ્ત્ર ઉગામ્યું હતું પરંતુ હાલની ઘટના બાદ  શું પોલીસ કે કાયદાનો ડર નથી? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

Published On - 9:37 am, Tue, 14 March 23

Next Article