અસીત વોરાના રાજીનામાને વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ યોગ્ય ગણાવ્યું, ગુનેગારો સામે પગલા લેવાની પણ માગ કરી

|

Feb 08, 2022 | 9:04 AM

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે માત્ર આસીત વોરાનું રાજીનામુ પુરતું નથી. રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કૌભાંડની તપાસ પણ થવી જોઈએ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના (GSSSB)અધ્યક્ષ પદ પરથી અસીત વોરાએ(Asit Vora) રાજીનામું (Resignation)આપ્યુ છે. તેમના રાજીનામાની ઘટનાને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકારદાયક પગલું ગણાવ્યું છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે (Paper leak case) માત્ર અસીતવોરાનું રાજીનામુ પુરતું નથી. રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કૌભાંડની તપાસ પણ થવી જોઈએ.

પેપરલીક કૌભાંડમાં વિવાદાસ્પદ રહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસીત વોરાએ આખરે રાજીનામું આપ્યું છે. આ સાથે વધુ 3 બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. જેમાં અસીત વોરા સિવાય આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવાયું છે. ત્યારે આ નિર્ણયને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યોગ્ય ગણાવ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે માત્ર આસીત વોરાનું રાજીનામુ પુરતું નથી. રાજ્ય સરકાર દ્વારા પેપર લીક કૌભાંડની તપાસ પણ થવી જોઈએ અને તપાસમાં અસીત વોરા દોષિત નીકળે તો તેમની સામે પગલા પણ લેવા જોઈએ. ઉપરાંત હવે પછી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદે નોન પોલિટીકલ પર્સનની નિમણૂંક થવી જોઈએ.

12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું

અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. આ પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ થઇ ગઇ હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉગ્ર બની હતી. રાજ્યભરમાં AAP તથા CONGREE દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છાવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.

અસિત વોરાના (Asit Vora) સમયગાળામાં 2 પેપર ફૂટ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી હતી. જેમાં તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.

આ પણ વાંચો-

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

આ પણ વાંચો-

Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત

Next Video