Vadodara : ઝેરી દારૂકાંડ બાદ પણ ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા ! ફરી એક યુવકની દ્રષ્ટિ જોખમાતા દારૂબંધી પર ઉઠ્યા સવાલ

|

Aug 24, 2022 | 7:37 AM

વડોદરાના તલસટ ગામના સરપંચ નવીન ઠાકોરે તલસટ તેમજ આસપાસના વિસ્તારોમાં બેરોકટોકપણે દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આક્ષેપ કર્યો છે.

બરવાળા ઝેરી દારૂકાંડ બાદ વડોદરાના(Vadodara)  ચાપડ ગામમાં દારૂ પીધા બાદ એક યુવકની દ્રષ્ટિ જોખમાતા ફરી એક વખત દારૂબંધી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ચાપડની ઘટના બાદ પડોશી ગામ તલસટના સરપંચે આસપાસના વિસ્તારોમાં છૂટથી દારૂ (liquor) મળતો હોવાના આક્ષેપ સાથે માંજલપુર પોલીસ મથકે (manjalpur Police station) આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. તલસટ ગામના સરપંચ નવીન ઠાકોરે તલસટ તેમજ આસપાસના વિસ્તારોમાં બેરોકટોકપણે દારૂના અડ્ડા અને ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો આક્ષેપ કર્યો છે. નવનીત ઠાકોરે જણાવ્યું કે બરવાળાની (Barwala hooch tragedy) ઘટના બાદ અમે દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી હતી.

દારૂની ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત

તેમ છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં જ તલસટ પંચાયતના સભ્યના પતિ સહિત 20થી વધુ લોકોના દારૂ પીવાથી મોત નિપજ્યા છે. સરપંચે આક્ષેપ કર્યો કે પોલીસની (Vadodara Police)  હપ્તાખોરીને કારણે બુટલેગરો બેફામ બન્યા છે. અમારા પૂર્વ સરપંચ જ દેશી દારૂનો ગોળ સપ્લાય કરે છે. જો પોલીસ કામગીરી નહીં કરે તો જનતા રેડ કરશે તેવી ચીમકી હાલ સરપંચે ઉચ્ચારી છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ બરવાળા ઝેરી દારૂકાંડમાં  થી વધુ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.તે બાદ દરેક જિલ્લાની પોલીસ પણ સફાળી જાગી હતી અને ઠેર-ઠેર રેડ પાડીને કાર્યવાહી કરી રહી હતી,પરંતુ ફરીથી આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

Next Video