ચૂંટણીમાં હવે “આફતાબ”ની એન્ટ્રી ! આસામના CMના નિવેદન પર ઓવૈસીએ આપ્યો વળતો જવાબ

|

Nov 24, 2022 | 8:42 AM

ઓવૈસીએ જણાવ્યું કે બે લોકો પોતાની મરજીથી સાથે રહે તેમાં ધર્મ ક્યાંથી વચ્ચે આવ્યો. આ સાથે ઓવૈસીએ શ્રદ્ધા હત્યા કેસના આરોપીની ભારે નિંદા પણ કરી હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાતની ચૂંટણીમાં હવે “આફતાબ”ની એન્ટ્રી થઇ ગઇ છે. આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ ગોધરામાં AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તેનો વળતો જવાબ આપ્યો છે. ઓવૈસીએ શ્રદ્ધા હત્યા કેસને લવજેહાદના કેસ સાથે સરખાવવાની વાતનો વિરોધ કર્યો હતો. ઓવૈસીએ જણાવ્યું કે બે લોકો પોતાની મરજીથી સાથે રહે તેમાં ધર્મ ક્યાંથી વચ્ચે આવ્યો. આ સાથે ઓવૈસીએ શ્રદ્ધા હત્યા કેસના આરોપીની ભારે નિંદા પણ કરી હતી.

હેમંતા બિસ્વાએ ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો કર્યો દાવો

ગુજરાતમાં ભાજપના ઝંઝાવાતી પ્રચારમાં આસામના CM હેમંતા બિસ્વા સરમા પણ મેદાનમાં છે. નવસારીમાં પ્રચાર દરમિયાન આસામના મુખ્યપ્રધાને ગુજરાતમાં ભાજપની 130થી વધુ બેઠકો આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અમને નડશે નહીં. ભાજપ નંબર વન છે, સ્પર્ધા માત્ર બીજા અને ત્રીજા નંબર માટે જ છે. તો સાથે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા હેમંતા બિસ્વા સરમાએ કહ્યું, આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે.

Next Video