સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, મહિલાના રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ

|

Mar 18, 2024 | 11:35 PM

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લખે પણ કરવામાં આવ્યો છે. જો કે, આ વ્યક્તિ કોણ છે, તેની માહિતી સામે આવી નથી. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં વધુ એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વખતે સુરતની એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હર્ષના ચૌધરી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હોવાની માહિતી મળી છે.

મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં એક વ્યક્તિના નામનો ઉલ્લખે પણ કરવામાં આવ્યો છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે, વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો પણ સારું ન થયું. જો કે, આ વ્યક્તિ કોણ છે, તેની માહિતી સામે આવી નથી. આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Next Video