Ahmedabad : રાજકીય ગરમાવા વચ્ચે વાતાવરણમાં ઠંડક ! બે વર્ષ બાદ તિબેટિયન બજાર ભરાતા ગરમ કપડાં લેવા લોકોની ભીડ

|

Nov 28, 2022 | 8:39 AM

કોરોનાના બે વર્ષ તિબેટીયન બજાર બંધ હતું. જે બાદ ગત વર્ષે બજાર શરૂ થયું પણ લોકોએ ખરીદી કરી ન હતી. જેની કસર લોકો આ વર્ષે પુરી પાડી રહ્યાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, તો વાતાવરણમાં સતત ઠંડક પ્રસરી રહી છે. તેવામાં લોકો ઠંડી અને પવનથી બચવા ગરમ કપડાંની ખરીદી કરી રહ્યાં છે. તિબેટીયન બજાર સહિત વિવિધ બજારોમાં ગરમ વસ્ત્રોની ખરીદી કરવા લોકોની ભીડ જોવા મળી રહી છે. મહત્વનું છે કે કોરોનાના બે વર્ષ તિબેટીયન બજાર બંધ હતું. જે બાદ ગત વર્ષે બજાર શરૂ થયું પણ લોકોએ ખરીદી કરી ન હતી. જેની કસર લોકો આ વર્ષે પુરી પાડી રહ્યાં છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે સામાન્ય ભાવ વધારો થયો હોવાનું પણ સામે આવ્યું છે. પણ લોકો તેની સામે મન મુકીને હાલ ખરીદી કરી રહ્યાં છે.

ગરમ કપડાની ખરીદી કરવા લોકોની ભીડ

સમગ્ર ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો છે. રાતથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં ક્રમશ ઠંડી વધશે.

(વીથ ઈનપૂટ- દર્શલ રાવલ, અમદાવાદ) 

Published On - 8:28 am, Mon, 28 November 22

Next Video