ગોંડલના ઐતિહાસિક બ્રિજ મામલે હાઈકોર્ટની તંત્રને ફટકાર, કહ્યું- અત્યાર સુધી કેમ હતા કુંભકર્ણની નિંદ્રામાં

|

Nov 29, 2023 | 7:43 PM

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગ, રાજ્ય સરકાર, કલેકટર અને પોલીસ વિભાગ દ્વારા એફઇડેવીટ સ્વરૂપે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા પૂછ્યું કે અત્યાર સુધી સરકાર શા માટે કુંભકરણની નિંદ્રામાં હતી?

રાજ્યના ગોંડલમાં આવેલા ઐતિહાસિક બ્રિજના સમારકામ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ બ્રિજ 100 અને 125 વર્ષ જૂના છે એટલે કે ભગવતસિંહજીના સમયમાં બંધાયેલ બે બ્રિજ કે જે ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા છે તેની હાલતને લઈને હાઇકોર્ટમાં અરજી કરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગ, રાજ્ય સરકાર, કલેકટર અને પોલીસ વિભાગ દ્વારા એફઇડેવીટ સ્વરૂપે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જે બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કરતા પૂછ્યું કે અત્યાર સુધી સરકાર શા માટે કુંભકરણની નિંદ્રામાં હતી? બ્રિજના સમારકામના લઈને શા માટે અત્યાર સુધી ઉદાસીનતા રાખવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર વતી સરકારી વકીલ મનીષા શાહ એ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર આ સમગ્ર મામલાને હવે ગંભીરતાથી લઈ રહી છે અને જરૂર પડીએ બ્રિજને તોડીને નવા બ્રીજ બનાવવાની તૈયારી પણ રાખી છે.

જે બાદ ગુજરાત હાઇકોર્ટે હેરિટેજ બ્રીજ અને હેરિટેજ ઇમારતો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે શા માટે હેરિટેજને હટાવવાની કામગીરી કરવામાં આવે છે. આ બ્રિજને યોગ્ય રીતે સમારકામ કરીને પણ વપરાશમાં લઈ શકાય છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અગાઉ મોરબી બ્રિજનું સમારકામ થયું હતું. તે પ્રકારે સમારકામની જરૂર નથી પરંતુ યોગ્ય અને તટસ્થ રીતે એક્સપર્ટ ઓપન કરવામાં આવે જે પ્રકારે મોરબીમાં એન્જિનિયરિંગ ડિઝાસ્ટર જોવા મળ્યું હતું. તેવું વધુ એક વખત રાજ્યમાં ન બને તેનું પણ ખૂબ જ ગંભીરતાથી ધ્યાન રાખવાની જરૂર છે.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટએ નિર્દેશ કર્યા છે કે આ રીતના સમારકામ મામલે પિરીયોડીકલી રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ તરફથી એક ચિંતા વ્યક્ત કરવામાં આવી કે હવે આજના સમયમાં કન્ઝર્વેશન આર્કિટેકટની ખૂબ જ જરૂરિયાત છે. જે માર્ગ અને મકાન વિભાગ અથવા રાજ્ય સરકાર પાસે નથી જે માટે નિષ્ણાંતોની સલાહ અને રિપોર્ટ મુજબ બ્રિજને સમારકામની કામગીરી કરવામાં આવે માત્ર ચુના માટી અને સિમેન્ટથી કામ ચલાવીને સંતોષ ન માનવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની વર્પણ વાળી ખંડપીઠ ના કારણે આજે હેરિટેજ તૂટતા બચ્યું છે અને યોગ્ય રીતે હેરિટેજ ની જાળવણી સાથે સમારકામ થાય અને જનતાને વધુ એક વખત હેરાનગતિ ન થાય તે પ્રકારે બ્રિજ મળે તે પ્રકારે હાલ લાગી રહ્યું છે.

આ પણ વાંચો રાજકોટ વીડિયો : કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો, વધારાની ખોલાયેલી કેસ બારીઓ પણ દર્દીઓથી ઉભરાઈ

સમગ્ર કેસ મામલે ચાલી રહેલી કામગીરી પર શહેરી વિકાસ વિભાગ, રાજ્ય સરકાર માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ દ્વારા રજૂ કરાયેલ સોગંદનામાં મામલે અરજદારના વકીલ રથીન રાવલે કોર્ટ પાસે તેના પર અભ્યાસ કરવાનો સમય માંગ્યો જે બાદ હવે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:21 pm, Wed, 29 November 23

Next Video