Surat : ઓલપાડના મોર ભગવા ગામના દરિયા કિનારે વ્હેલનું બચ્ચું તણાઇ આવ્યું, વન વિભાગ અને સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ Video
વન વિભાગે સ્થાનિકો સાથે વ્હેલના બચ્ચાને બચાવવા એક ખાડો ખોદી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવ્યું હતું અને વ્હેલના બચ્ચાને બચાવવા માટે રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Surat : ઓલપાડના મોર ભગવા ગામના દરિયા કિનારે 20 ફૂટ લાંબુ વ્હેલનું બચ્ચું (whale) તણાઈને આવ્યું છે. વ્હેલનું બચ્ચું મળી આવ્યું હોવાની ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વ્હેલને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે વન વિભાગને જાણ કરાતાં વન વિભાગની ટીમે સ્થાનિકો સાથે મળી રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
આ પણ વાંચો Surat: સુરતના અડાજણમાં હની ટ્રેપ મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ, જુઓ Video
વન વિભાગે સ્થાનિકો સાથે વ્હેલના બચ્ચાને બચાવવા એક ખાડો ખોડી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવ્યું હતું. વ્હેલને બચાવવા માટે માછલાં પકડવાની જાળ, દોરડું, જેસીબી સહિતના સાધનોની મદદ લેવાઈ હતી અને વ્હેલને બચાવવા દરિયામાં ધકેલવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આ માટે વન અને પર્યાવરણ વિભાગની ટીમ તેમજ સ્થાનિકોએ મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી કરી હતી. બીજા દિવસે પણ આ રેસ્ક્યુ કામગીરી ચાલી અને વ્હેલના બચ્ચાને સુરક્ષિત દરિયામાં છોડવામાં આવ્યું હતું.