Surat: મેટ્રોથી બદલાશે ‘સૂરત’, પ્રથમ ફેઝમાં બની રહ્યો છે 6.47 કિમીનો અંડરગ્રાઉન્ડ રૂટ, જુઓ Video
સુરતમાં મેટ્રોનાં બે કોરિડોર બની રહ્યા છે. સરથાણાથી ડ્રીમ સિટી અને સરોલીથી ભેંસાણ કોરિડોર બનશે. સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિમીના રૂટ છે. 6.47 કિમીનો રૂટ અંડર ગ્રાઉન્ડ હશે. જેની કામગીરીને સુરત બદલાશે તેવું લોકોનું કહેવું છે.
Surat: શહેર માટે અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિલોમીટરના મેટ્રો રેલ એલિવેટેડ તેમજ અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બની રહ્યા છે. ત્યારે સરથાણાથી ડ્રીમ સિટી અને સરોલીથી ભેંસાણ માટે કોરિડોર બનાવવામાં આવશે. સરથાણા ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિલોમીટરનો રૂટ રહેશે. જેમાં 6.47 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રહેશે. તો કાપોદ્રાથી ચોક બજાર સુધી અંડર ગ્રાઉન્ડમાં 6 સ્ટેશન બનશે.
આ પણ વાંચો : ઘર વિહોણા 95 જેટલા બાળકોને પાલિકાની સ્કૂલમાં અક્ષરજ્ઞાન મળશે, શેલ્ટર હોમમાં રહેતા બાળકો માટે પહેલ
સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચે બની રહેલા કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખાશે. તો બીજો કોરિડોર ભેંસાણથી સારોલી વચ્ચે રહેશે. આ કોરિડોર 16 કિલોમીટરનો રહેશે. જે સરોલીથી ભેંસાણ કોરિડોરના નામે ઓળખાશે. એવી અપેક્ષા છે કે, માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવામાં આવશે. તો સરથાણાથી ડ્રીમ સિટીનો કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ કરાશે.
