વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉ, જુઓ વીડિયો

|

Jul 30, 2022 | 5:57 PM

વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham)ના પ્રમુખ આર.પી. પટેલે પોતાના રાજનીતિમાં જોડાવાને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે તેઓ ક્યારેય રાજનીતિમાં નહીં આવે. સોશિયલ મીડિયા પર તેમના રાજનીતિમાં જવાની ચાલી રહેલી અટકળો વચ્ચે તેમણે આ મોટુ નિવેદન આપ્યુ છે.

વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham)ના પ્રમુખ આર.પી. પટેલે (R P Patel) કહ્યું છે કે હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉ. તેમના રાજનીતિમાં જવાને લઈને સોશિલ મીડિયામાં ચાલી રહેલી અટકળોને પગલે તેમણે આ સ્પષ્ટતા કરી છે. આર.પી. પટેલે વધુમાં કહ્યું હતુ કે જેમને રાજનીતિ કરવી હોય તે સંસ્થાથી દૂર રહે. વિશ્વ ઉમિયાધામ સંસ્થા માત્ર સમાજના ઉત્થાન માટે કાર્યરત છે. સાથે જ આર.પી. પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યુ કે સંસ્થા સાથે જોડાનારા લોકો રાજકીય એજન્ડા સાથે ન આવે અને સંસ્થાને રાજકીય અખાડો ન બનાવે.

શું કહ્યું આર.પી. પટેલે?

આર.પી. પટેલે કહ્યું ” હું ક્યારેય કોઈ પોલિટિકલ હોદ્દાનો ઈચ્છુક નથી, ક્યારેય મને પોલિટિકલ હોદ્દો લઈ અને આ સામાજિક પ્લેટફોર્મ ઉપર એને રાજકીય મહેચ્છાનું સાધન બનાવવાનું કોન્સેપ્ટ ક્યારેય વિચાર્યો નથી અને એના માટે આ સંસ્થામાં જે કોઈ મિત્રો કામ કરે છે એ મિત્રો સ્પષ્ટપણે પોલિટિકલ એજન્ડાને સાઈડમાં રાખીને કામ કરે એવો આગ્રહ રાખવામાં આવે છે.”

આપને જણાવી દઈએ કે અગાઉ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પણ રાજકારણમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી હતી. જેમાં નરેશ પટેલે એવુ જણાવ્યુ હતુ કે તેઓ સમાજ કહેશે તે મુજબ નિર્ણય લેશે. તેઓ સર્વે કરાવશે અને જો સમાજની ઈચ્છા હશે તો રાજનીતિમાં જોડાશે. જો કે નરેશ પટેલે અંત સુધી કોઈ પાર્ટીમાં જોડાવાને છે કે નથી જોડાવાના તેને લઈને પત્તા ખોલ્યા ન હતા.  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ પ્રકારે સામાજિક સંસ્થાઓના વડાઓની રાજનીતિમાં આવવાની અટકળો વધુ તેજ બની છે.

Next Video